Digvijay Singh in Trouble: ખોટો ફોટો ટ્વીટ કરી ફસાયા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, દાખલ થયો કેસ
દિગ્વિજય સિંહ હંમેશા પોતાના ટ્વીટ દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે. પરંતુ આ વખતે એક ખોટો ફોટો ટ્વીટ કરી તેઓ ફસાયા છે.
ભોપાલઃ કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ટ્વીટને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. દિગ્વિજય સિંહના ટ્વીટ પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તેમની વિરુદ્ધ કાયદા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવાની વાત કહી છે. તો કોંગ્રેસનું કહેવું છે કે દિગ્વિજય સિંહ ખુબ જવાબદાર નેતા છે, જે 10 વર્ષ સુધી પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા અને રાજ્યસભાના સભ્ય છે. તેવું કોઈ કામ નહીં કરે જેનાથી પ્રદેશની શાંતિ વ્યવસ્થા ભંગ થાય. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સતત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરવાની ફિરાકમાં છે.
ધાર્મિક અશાંતિ ફેલાવવાનો આરોપ
આ વચ્ચે મધ્ય પ્રદેશ પોલીસે પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ પર કેસ દાખલ કર્યો છે અને તેમના પર ધામિક અશાંતિ ફેલાવવાનો આરોપ છે. પૂર્વ સીએમ પર આઈપીસીની કલમ 295A, 465, 505(2) સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ભાજપ દિગ્વિજય સિંહના ટ્વીટ બાદ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યું છે. તો પાર્ટી પણ પોતાના નેતાના બચાવમાં ઉતરી આપી છે. કોંગ્રેસનું કહેવું છે કે ખરગોનની ગટનાઓને સલઈને પાર્ટી સતત ત્યાંના લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી રહી છે. ભાજપ સંવેદનશીલ મુદ્દાને રાજકીય એજન્ડા બનાવવા ઈચ્છે છે.
યુપી MLC ચૂંટણીઃ ભાજપના વિકાસ મોડલની જીત, પીએમ મોદીએ સીએમ યોગીને આપી શુભેચ્છા
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય-શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે દિગ્વિજય સિંહના ટ્વિટર હેન્ડલને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમણે આ માટે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર લખ્યો છે. તેમાં લખવામાં આવ્યું કે દિગ્વિજય સિંહ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સમાજમાં વિઘટન પેદા કરે છે અને ધાર્મિક ઉન્માદ ફેલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube