યુપી MLC ચૂંટણીઃ ભાજપના વિકાસ મોડલની જીત, પીએમ મોદીએ સીએમ યોગીને આપી શુભેચ્છા

યુપી એમએલસી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. આ જીત બાદ પીએમ મોદીએ શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ભાજપના વિકાસ મોડલની જીત છે. 

યુપી MLC ચૂંટણીઃ ભાજપના વિકાસ મોડલની જીત, પીએમ મોદીએ સીએમ યોગીને આપી શુભેચ્છા

નવી દિલ્હી/લખનઉઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ વિધાન પરિષદમાં પણ ભાજપને પ્રચંડ જીત મળી છે. ભાજપે 36માંથી 33 સીટો પર જીત હાસિલ કરી છે. આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વિકાસ મોડલની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે, આ જીત એકવાર ફરી ભાજપના વિકાસ મોડલ પર જનતા જનાર્દનના વિશ્વાસની અભિવ્યક્તિ છે. 

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, 'ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણીમાં તમામ વિજયી ઉમેદવારોને શુભેચ્છા. આ જીત એકવાર ફરી ભાજપના વિકાસ મોડલ પર જનતા-જનાર્દનના વિશ્વાસની અભિવ્યક્તિ છે. યોગી આદિત્યનાથની સરકારની સાથે પાર્ટી સંગઠન સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓને અઢળક શુભકામનાઓ.'

— Narendra Modi (@narendramodi) April 12, 2022

આ પહેલાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ એમએલસી ચૂંટણીમાં મળેલી જીત પર શુભેચ્છા આપતા કહ્યુ કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ વિધાનપરિષદમાં પ્રચંડ જીત હાસિલ કરી ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. તમામ નવા ચૂંટાયેલા સભ્યોને મારી શુભકામનાઓ. આ જીતે યુપીમાં ડબલ એન્જિનની સરકાર પર મહોર લગાવી દીધી છે.  

— Jagat Prakash Nadda (@JPNadda) April 12, 2022

ભાજપના ઉમેદવારોએ 36માંથી 9 સીટો પર પહેલાં બિનહરીફ જીત હાસિલ કરી લીધી હતી. મંગળવારે 27માંથી 24 સીટ પર તેના ઉમેદવારોએ જીત મેળવી છે. ત્રણ સીટમાં બે સીટ અપક્ષ પાસે ગઈ છે અને એક પર રાજાભૈયાના જનસત્તા દળે જીત મેળવી છે. 

36માંથી જે બે સીટો પર અપક્ષે જીત હાસિલ કરી છે તેમાંથી એક પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીની સીટ છે. અહીં માફિયા ડોન બૃજેશ સિંહની પત્ની અન્નપૂર્ણા સિંહે જીત મેળવી છે. બીજી સીટ આઝમગઢની છે. તો સમાજવાદી પાર્ટીનું આ એમએલસી ચૂંટણીમાં ખાતુ ખુલી શક્યું નથી. આઝમગઢ, ગાઝીપુર અને જૌનપુર જેવા જિલ્લામાં પણ તેના ઉમેદવારો હારી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news