નવી દિલ્હી: સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ  દરજ્જો  આપતી કલમ 370 હટાવવા સહિતની અનેક ઐતિહાસિક જાહેરાતો કરી છે. કોંગ્રેસે જો કે તેનો વિરોધ કર્યો છે. પરંતુ કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીની નીકટ ગણાતા જનાર્દન દ્વિવેદીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે 'મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયા હંમેશા આ આર્ટિકલની વિરુદ્ધમાં હતાં. ભલે મોડું પરંતુ ઈતિહાસની એક ભૂલને હવે સુધારી લેવાઈ છે. હું તેનું સ્વાગત કરું છું.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી, અમિત શાહ, કે ડોભાલ નહીં પરંતુ આ વ્યક્તિ છે 'મિશન કાશ્મીર'ના માસ્ટર માઈન્ડ 


હવે કેવું હશે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સ્વરૂપ?
ઉલ્લેખનીય છે કે બંધારણની કલમ 370ને ખતમ કરવાના કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સ્વરૂપ કઈંક આવું હશે. જમ્મુ અને કાશ્મીન પુર્નગઠન વિધેયક 2019:


-  વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનું ગઠન
- તેમાં કારગિલ અને લેહ જિલ્લા સામેલ થશે.
- કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું ગઠન
- તેમાં લદ્દાખ અને લેહ સિવાયના બાકીના તમામ વિસ્તારો સામેલ થશે. 
- જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...