નવી દિલ્હી: દેશના 3વાર વડાપ્રધાન રહી ચૂકેલી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે નિધન થયું. સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. દરેક જણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તેમની લોકપ્રિયતા કોઈ પક્ષની મર્યાદામાં નહતી. તેમના પાર્થિવ શરીરને પહેલા તેમના નિવાસસસ્થાન પર લઈ જવાયું અને ત્યારબાદ હવે ભાજપના હેડક્વાર્ટરમાં રખાશે. બપોરે અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરાશે. અટલજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવામાં અને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતાં. જેમાં એક નામ કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનું પણ છે. લોકોએ તેમના પાર્થિવ દેહ પર પુષ્પ ચક્ર ચઢાવીને નમન કર્યાં. જ્યારે આ યુવા નેતા એકમાત્ર એવા નેતા હતાં જેઓ ઘૂંટણીયે પડીને તેમના પાર્થિવ દેહના સામે નતમસ્તક થયા અને જમીન પર માથું ઝૂકાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટલ બિહારી વાજપેયી મૂળ ઉત્તર પ્રદેશના બટેશ્વરના રહીશ હતાં. પરંતુ તેમનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. અહીં જ તેમનો અભ્યાસ અને બાળપણ વીત્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદા વિજયરાજે સિંધિયા ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક હતાં. જો કે તેમના પિતા માધવ રાવ સિંધિંયા ગ્વાલિયરથી અટલ બિહારી વાજપેયી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતાં અને જીત્યા પણ હતાં. 



ગ્વાલિયર અને સિંધિયા પરિવાર સાથે વાજપેયીનો ખાસ સંબંધ
અટલ બિહારી વાજપેયીના પરિવારનો નાતો ભલે બટેશ્વર સાથે હતો પંરતુ તેમનો શરૂઆતનો સમય ગ્વાલિયરમાં વીત્યો. અહીં તેમણે શાળા અને કોલેજનો અભ્યાસ કર્યો. પત્રકારત્વની શરૂઆત પણ અહીં એક અખબાર પ્રકાશિત કરીને કરી. તેમના પિતા ગ્વાલિયર સ્ટેટમાં શિક્ષક હતાં. તે સમયે સ્ટેટ પર સિંધિયા પરિવારનું રાજ ચાલતું હતું. અટલ બિહારી વાજપેયીએ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યુ પણ હતું કે અમે તો સિંધિયા પરિવારના નોકર છીએ. 


માધવરાવ સિંધિયાએ હરાવ્યાં ગ્વાલિયરમાં
અટલ બિહારી વાજપેયી એવા નેતાઓમાંના એક છે કે જેઓ ખુબ ઓછી ચૂંટણી હાર્યા છે. તેઓ સૌથી લાંબા સમય સુધી સાંસદ રહેનારા નેતાઓમાં સામેલ છે. 1971માં તેઓ ગ્વાલિયરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. જો કે 1984માં સ્થિતિ બદલાઈ ગઈ. તે સમયે રાજીવ ગાંધીએ તેમની સામે યુવા નેતા માધવરાવ સિંધિયાને ઊભા રાખ્યાં. જેમાં વાજપેયીએ હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેઓ લખનઉથી ચૂંટણી લડવા લાગ્યાં. જો કે 1991માં મધ્ય પ્રદેશના વિદિશાથી ચૂંટણી જીત્યા હતાં.