મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોડી પાર્ટી
કૃપાશંકર સિંહે રાજીનામું કાશ્મીરમાંથી આર્ટિકલ 370 તથા 35A હટાવવા અંગે કોંગ્રેસ માટે ગયેલા સ્ટેન્ડથી નાખુશ થઇને આપ્યું છે
મુંબઇ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Maharashtra Congress) ને એક મોટો ઝટકો લાગ્યો છે. સુત્રો અનુસાર કોંગ્રેસનાં મુંબઇના ધાકડ નેતા અને સૌથી મોટા ઉત્તર ભારતીય ચહેરો કૃપાશંકર સિંહે (Kripashankar Singh) આજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મોકલ્યા છે. કૃપાશંકર સિંહ બે દિવસથી દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા હતા.
ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ
કોંગ્રેસની મહારાષ્ટ્ર ચૂંટણી માટે થઇ રહેલી સ્ક્રૂટની કમિટીની બેઠકમાં તેમણે કાશ્મીર અંગે કોંગ્રેસ માટે લેવાયેલા સ્ટેન્ડનો વિરોધ કર્યો હતો અને બહાર આવીને રાજીનામું ધરી દીધું હતું. તેમણે કર્ણાટક ભવનમાં જઇને કોંગ્રેસનાં સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત યોજી હતી.
ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા
UNHRCની બેઠક બાદ PAK વિદેશ મંત્રીએ જ સ્વિકાર્યું કે J&K ભારતનું અભિન્ન અંગ
સુત્રો અનુસાર કૃપાશંકર સિંહનું રાજીનામું કાશ્મીરથી આર્ટીકલ 370 અને 35A હટાવવા અંગે કોંગ્રેસ માટે લેવાયેલા સ્ટેન્ડથી નાખુશ થઇને આપ્યું છે. તેઓ પહેલા જ કાશ્મીર પર મોદી સરકારની ભુમિકાનો ખુલીને સ્વાગત કરી ચુક્યા છે. અનેક વખત ધારાસભ્ય રહેલા કૃપાશંકર સિંહ મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ તો રહ્યા જ છે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પણ રહી ચુક્યા છે પરંતુ તેમની સૌથી મોટી યુએસપી ઉત્તર ભારતીયોમાં તેમનો પ્રભાવ છે. મુંબઇમાં ઉત્તર ભારતીયોને મોટી વોટબેંક અને અનેક સીટો પર તો તે નિર્ણાયક ભુમિકા પણ અદા કરે છે.
J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ
સામાન્ય રીતે ગત્ત 10 દિવસોથી કૃપાશંકર સિંહે કોંગ્રેસ છોડવાની અટકળો પણ ચાલી રહી હતી. ભાજપ અને શિવસેના બંન્ને તેમને રિઝવવાનાં પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ભારતીય મત પર બધાની નજર છે. હાલમાં તેમના ઘર પર ગણપતિના દર્શન કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા પણ પહોંચ્યા હતા. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર જઇને કૃપાશંકર સિંહના ઘરે ગણેશ દર્શન કર્યા હતા.