ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ
Trending Photos
નવી દિલ્હી : ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો માર સહી રહ્યો છે. અનેક કંપનીઓ ઘણા દિવસો માટે પ્રોડક્શન પણ અટકાવી ચુકી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની નોકરીઓ પણ ખતરામાં છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરના ઘટાડા માટે લોકોના માઇન્ડસેટમાં પરિવર્તન અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, ઓટોમોબાઇલ સેક્ટરની સ્થિતી માટે અનેક ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મુવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સંબંધિત કિસ્સા અને લોકોના માઇન્ડસેટનો પણ સમાવેશ થાય છે.
ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા
ઇએમઆઇ કરતા ઓલા-ઉબેર વધારે સરળ
સીતારમણે કહ્યું કે, હવે લોકો ગાડી ખરીદીને ઇએમઆઇ ભરવા કરતા મેટ્રોમાં મુસાફરી કરવા અથવા ઓલા-ઉબરનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. તેમણે સ્વિકાર કર્યો કે આ સેક્ટરમાં ઘટાડો એક ગંભીર સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવામાં આવશે. મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં 100 દિવસ પુર્ણ થવા અંગે નાણામંત્રી પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે, અમે તમામ સેક્ટર્સની સમસ્યાઓ મુદ્દે ગંભીર છીએ અને જરૂરી પગલાઓ ઉઠાવીશું. આ સરકાર બધાનું સાંભળે છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં બે મોટી જાહેરાતો કરવામાં આવી. જરૂરિયાત અનુસાર બીજી જાહેરાતો પણ કરવામાં આવશે.
J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ
મારુતી ચેરમેને ઓછા વેચાણ માટે ગણાવ્યું આ કારણ
મારુતીનાં ચેરમેન આરસી ભાર્ગવે તે વાતનો ઇન્કાર કર્યો કે ઓલા ઉબરના કારણે ગાડીઓનું વેચાણ ઘટ્યું છે. તેમણે તેના માટે સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી હતી. ભાર્ગવે પેટ્રોલ- ડિઝલ પર ઉંચા ટેક્સ, રોડ ટેક્સનાં કારણે લોકો ગાડી લેવાનું ટાળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે તેમણે કહ્યું કે, જીએસટીમાં ઘટાડાથી તેમાં કોઇ ફરક પડવાનો નથી. બીજી તરફ ઇન્ડસ્ટ્રીમાં મંદીને વધારે ઘેરી બનતી અટકાવવા માટે જીએસટી કટની માંગ થઇ રહી છે.
ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી
મારુતીનાં ચેરમેને જણાવ્યું કે, ગાડીઓમાં એરબેગ અને એબીએસ જેવા સેફ્ટી ફિચર્સ આવવાનાં કારણે કિંમતો વધી છે. જેથી દ્વિચક્રી વાહનો ચલાવતા નાગરિકોની પહોંચથી દુર થઇ છે. ભાર્ગવે કહ્યું હતું કે, ઓલા, ઉબર તેના માટે જવાબદાર નથી. પરંતુ કડક સેફ્ટી તથા એમિશન નિયમ, વીમાનો વધતો ખર્ચ અને વધારે પડતા રોડ ટેક્સના કારણે લોકો ગાડી લેવાનું ટાળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે