નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે ગત રાત સીબીઆઈના હેડક્વાર્ટરમાં પસાર કરવી પડી. પી ચિદમ્બરમને બુધવારે તેમના ઘરેથી ધરપકડ કરાયા હતાં. 27 કલાક ગુમ રહ્યાં બાદ પી ચિદમ્બરમ બુધવારે રાતે લગભગ 8 વાગે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યાં અને પ્રેસ કોન્ફરન્સમાં 10 મિનિટ સુધી પોતાનું નિવેદન આપ્યાં બાદ પોતાના ઘરે પાછા ફર્યા હતાં. પી. ચિદમ્બરમની ધરપકડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી અગાઉ આપેલા આ ભાષણમાં પીએમ મોદીએ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવાનું વચન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે "તમારી મદદથી હું આ લોકો(ભ્રષ્ટાચારીઓ)ને જેલના દરવાજા સુધી તો લાવ્યો છું. કોઈ જામીન પર છે, તો કોઈ હજુ ડેટ લઈ રહ્યાં છે. લોકો ચક્કર કાપી રહ્યાં છે પરંતુ 2014થી મહેનત કરતા કરતા, જૂના ઓફિસરો ગયા અને નવા આવ્યાં તો દસ્તાવેજો પણ હાથ લાગી રહ્યા છે. મામલો સીધી દિશામાં જઈ રહ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધી હું તેમને જેલના દરવાજા સુધી લઈ ગયો છું પરંતુ વર્ષ 2019 બાદ (ઈશારામાં કહ્યું, જેલ મોકલીશ)" પીએમ મોદીના આ વીડિયોને ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયે પણ ટ્વીટ કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...