બેંગલુરૂઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ સમયે કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકમાં 2023મા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં રાહુલ ગાંધીનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી મંગળવારે સાંજે હુબલી પહોંચ્યા. પાર્ટી બેઠકમાં સામેલ થયા બાદ તેમણે બુધવારે પાર્ટી નેતાઓ ડીકે શિવકુમાર અને કેસી વેણુગોપાલની સાથે ચિત્રદુર્ગમાં શ્રી મુરુધા મઠનો પ્રવાસ કર્યો હતો. શ્રી મરુધા મઠનું લિંગાયત સમુદાયમાં મોટુ મહત્વ છે. આ દરમિયાન રાહુલે પોતાના દિલની વાત રાખી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તે ઇષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તારથી જાણવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યુ, 'હું છેલ્લા કેટલાક સમયથી બસવન્ના જીને ફોલો કરી રહ્યો છું અને તેમને વાંચી રહ્યો છું. તેથી અહીં આવવુ મારા માટે વાસ્તવિક સન્માનની વાત છે. મારી એક વિનંતી છે, જો તમે મારી પાસે કોઈ એક એવા વ્યક્તિને મોકલી શકો છો જે મને ઇષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તારથી જણાવી શકે, તો મને લગભગ તેનાથી ફાયદો થશે.' આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિત્રદુર્ગમાં શ્રી મરૂધા મઠના દ્રષ્ટા ડો. શ્રી શિવમૂર્તિ મુરૂધ શરણારૂ પાસે લિંગ દીક્ષા ગ્રહણ કરી. સામાન્ય રીતે લિંગાયત સમુદાયના લોકો ક્રિસ્ટલથી બનેલ ઇષ્ટલિંગ પહેરીને આ અનુષ્ઠાનને કરે છે.


બસવન્ના કોણ હતા?
રાહુલે બસવન્નાનો ઉલ્લેખ કર્યો. પરંતુ શું તમે જાણો છો કે બસવન્ના કોણ હતા? બસવન્નાને બસવ પણ કહેવામાં આવે છે. તે 12મી સદીના એક મહાન સમાજ સુધારક હતા. સમાજ સુધારક હોવા સિવાય એક દાર્શનિક, કવિ તથા શિવ ભક્ત હતા. તેણમે લિંગાયત ધર્મની સ્થાપના કરી હતી. આ ધર્મમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. નોંધનીય છે કે લિંગાયત અને વીરશૈવ કર્ણાટકના બે મોટા સમુદાય છે. તેવામાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું આ મઠ જવુ ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે શ્રી મરૂધા મઠ લિંગાયત સમુદાય માટે એક મહત્વનું ધાર્મિક સ્થળ છે. 


 'મફતની રેવડી' કલ્ચર પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક શબ્દોમાં કહી આ વાત


શું છે શિવયોગ?
શિવયોગ એક દિવ્ય યોગ છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં આ યોગ બને તો તેને ઘણા લાભ થાય છે. આ એક દુર્લભ યોગ છે જે ત્યારે થાય છે જ્યારે નવમ ભાવનો સ્વામી દશમ ભાવમાં અને દશમ ભાવનો સ્વામી પંચમ ભાવમાં હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube