Supreme Court on Freebies: 'મફતની રેવડી' મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક શબ્દોમાં કહી આ વાત

ચૂંટણીમાં મફત સુવિધાઓના વાયદા કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માંગણી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. કોર્ટે ચૂંટણી પંચને આ મામલે ધ્યાન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. સમસ્યા એ છે કે દરેક રાજકીય પક્ષ આવી જાહેરાતોનો ફાયદો ઉઠાવે છે. કોઈ એક રાજકીય પક્ષની વાત નથી. શું સંસદમાં આ મુદ્દે ચર્ચા થશે?

Supreme Court on Freebies: 'મફતની રેવડી' મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક શબ્દોમાં કહી આ વાત

SC on Election Promises: ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મફતખોરી દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો છે. આ એક ગંભીર મુદ્દો છે. ચૂંટણી પંચ તેના પર ધ્યાન આપે. કેન્દ્ર સરકારે પણ ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારા રાજકીય પક્ષો પર લગામ કસવાની માંગણીનું સમર્થન કર્યું છે. 

ચૂંટણી પંચને કહી આ વાત
ચૂંટણીમાં મફત સુવિધાઓના વાયદા કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માંગણી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. કોર્ટે ચૂંટણી પંચને આ મામલે ધ્યાન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. સમસ્યા એ છે કે દરેક રાજકીય પક્ષ આવી જાહેરાતોનો ફાયદો ઉઠાવે છે. કોઈ એક રાજકીય પક્ષની વાત નથી. શું સંસદમાં આ મુદ્દે ચર્ચા થશે?

— ANI (@ANI) August 3, 2022

તમામ પક્ષો પાસે માંગ્યા સૂચનો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મામલા સંલગ્ન તમામ પક્ષ, લો કમીશન, નીતિ આયોગ પોતાના સૂચનો આપે. તમામ પક્ષ ઉકેલ લાવી શકે તેવી સંસ્થાના ગઠન પર વિચાર આપે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ચૂંટણી પંચ, વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ તથા અરજીકર્તાઓને એક એક્સપર્ટ કમિટીની રચના પર પોતાના સૂચનો 7 દિવસની અંદર રજૂ કરવાનું જણાવ્યું. આ મામલે વધુ સુનાવણી 11 ઓગસ્ટે હાથ ધરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news