Sachin Pilot Press Conference: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે થનારા મતદાન પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી અશોક ગેહલોત પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે જયપુરમાં કહ્યું કે અશોક ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. આ ઘટનાક્રમ પછી હવે રાજસ્થાનમાં કોંગ્રેસનો છેલ્લા 3 વર્ષથી ચાલતો આંતરીક કલેહ ખુલીને સામે આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલોટે અશોક ગેહલોતના નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યું કે એક બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે અમારી સરકારને પાડવાનું કામ ભાજપ કરી રહ્યો હતો. બીજી બાજુ કહે છે કે અમારી સરકાર વસુંધરા રાજેએ બચાવી હતી. આ નિવેદનમાં ખુબ વિરોધાભાસ છે. મને લાગે છે કે તેને સ્પષ્ટ કરવું જોઈએ. 


અમે અનુશાસન તોડ્યું નથી-પાયલોટ
2020માં થયેલા બળવાનો ઉલ્લેખ કરતા સચિન પાયલોટે કહ્યું કે અમે સરકારમાં નેતૃત્વ પરિવર્તન ઈચ્છતા હતા. અમે અમારી વાતોને પાર્ટીની હાઈકમાન સામે રજૂ કરી. અનેક દોરની બેઠકો બાદ કમિટી બનાવવામાં આવી હતી. તેમાં રોડમેપ તૈયાર થયો. ત્યારબાદ અમે બધાએ કોંગ્રેસને મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી. અઢી વર્ષનો આ કાર્યકાળ થયો. તેમાં અનુશાસન તોડવાનું કોઈ કામ અમારા દ્વારા થયું નથી. 


તેમણે કહ્યું કે તમામ તથ્યોને જોયા બાદ સોનિયા ગાંધીએ 25 સપ્ટેમ્બરના રોજ વિધાયકો સાથે વાત કરવા માટે અજય માકન અને મલ્લિકાર્જૂન ખડગેને જયપુર મોકલ્યા હતા. પરંતુ અહીં વિધાયકોની બેઠક થઈ શકી નહીં. સોનિયા ગાંધી ત્યારે અમારી પાર્ટીના અધ્યક્ષ હતા. તેમની જે અવગણના થઈ, તેમની જે માનહાનિ થઈ તેમની જે બેઈજ્જતી થઈ તે ગદ્દારી હતી. 


The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, CM યોગી કેબિનેટ સાથે જોશે ફિલ્મ


ફેરા સમયે જ દુલ્હને કર્યો એવો શરમજનક કાંડ...દુલ્હેરાજાની હાલત કફોડી થઈ ગઈ


ઈન્દોર જઈ રહેલી બસ બેકાબૂ બની પુલ પરથી નીચે ખાબકી, 15 મુસાફરોના મોત, 25 ઘાયલ


અશોક ગેહલોતે હાલમાં જ ધૌલપુરમાં એક જનસભામાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા દાવો કર્યો હતો કે 2020માં જ્યારે સચિન પાઈલોટને નેતૃત્વમાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો હતો ત્યારે વસુંધરા રાજે અને કૈલાશ મેઘવાલે તેમની સરકાર બચાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે રાજ્યમાં ભૈરોસિંહ શેખાવતના નેતૃત્વવાળી ભાજપની સરકારને પાડવાની કોશિશના સમર્થન કરવાની ના પાડી હતી. એ જ રીતે 2020ના બળવા વખતે વસુંધરા રાજે અને મેઘવાલે કહ્યું હતું કે રાજસ્થાનમાં ચૂંટેલી સરકાર પાડવાની કોઈ પરંપરા નથી. 


જો કે ગેહલોતના આ દાવા બાદ રાજ્યમાં ઘમાસાણ થઈ ગયું છે. ભાજપના નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ગેહલોત પર પલટવાર કરતા કહ્યું હતું કે અશોક ગેહલોત 2023માં થનારી હારથી ભયભીત થઈને ખોટું બોલી રહ્યા છે. આ ગેહલોતનું તેમના વિરુદ્ધ ષડયંત્ર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube