ફેરા સમયે જ દુલ્હને કર્યો એવો શરમજનક કાંડ...દુલ્હેરાજાની હાલત કફોડી થઈ ગઈ
રાજસ્થાનના સિરોહામાં એક દુલ્હને લગ્ન ટાણે જ એવો કાંડ કરી નાખ્યો છે કે તેના પરિજનોએ હવે મોઢું છૂપાડવાનો વારો આવી ગયો છે. વરરાજા પોતાની દુલ્હનની રાહ જોઈને બેસી રહ્યા છે. 5 દિવસથી માથા પરથી સહેરો પણ ઉતાર્યો નથી.
Trending Photos
રાજસ્થાનના સિરોહીમાં એક એવી ઘટના ઘટી છે જેને જાણીને ચોંકી જવાય. એક વરરાજા તેની દુલ્હનની રાહ જોઈને છેલ્લા 5 દિવસથી બેસી રહ્યા. એટલું જ નહીં માથા પરથી સહેરો પણ ઉતાર્યો નહીં. દુલ્હને લગ્ન સમયે જ મોટો કાંડ કરી નાખ્યો.
વાત જાણે એમ છે કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલી વિસ્તારમાં મનીષા નામની એક યુવતીના લગ્ન શ્રવણકુમાર સાથે થવાના હતા. શ્રવણ પરિવાર સાથે જાન લઈને સાસરે પહોંચી ગયો. સાસરીયાએ દુલ્હેરાજા અને તેના પરિજનોનું ખુબ મન દઈને સ્વાગત પણ કર્યું. લગભગ 6.15 વાગે જ્યારે પંડિતજીએ ફેરા લેવાનું કહ્યું તો તે સમયે દુલ્હને ઉલ્ટી અને પેટમાં દુખાવાનું બહાનું કાઢ્યું અને રૂમમાં જઈને કહ્યું કે થોડી રાહ જુઓ.
દુલ્હને પોતાના રૂમમાં ગયા બાદ ઘરવાળાઓને કહેવા લાગી કે તેને ટોઈલેટ જવું છે. પરંતુ ટોઈલેટ જવાની જગ્યાએ તે ઘરમાં લગાવવામાં આવેલી ટાંકી પાસે ઊભેલા તેના પિતરાઈ સાથે ભાગી ગઈ. આ યુવક છોકરીના પિતાના મામાનો છોકરો છે. હવે દુલ્હેરાજા તો જીદ્દે ચડ્યા છે અને સાસરીયામાં જ અડ્ડો જમાવીને બેસી ગયા છે. ઘરવાળાએલગ્ન માટે ખુબ તૈયારી કરી હતી પરંતુ હવે બધુ એળે ગયું કારણ કે દીકરી ભાગી ગઈ. દીકરીની માતાની તબિયત ખરાબ છે.
ઘરવાળા બરાબર જમી શકતા નથી. જો કે પોલીસ સતત આ યુવતીની શોધમાં છે. પરિજનોએ જણાવ્યું કે લગ્નના એક દિવસ પહેલા જ્યારે ઘરમાં ડાન્સ કાર્યક્રમ હતો ત્યારે છોકરીએ ખુબ ડાન્સ પણ કર્યો હતો. તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે આવું પગલું ભરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે