નવી દિલ્હી: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ નવા મુખ્યમંત્રીએ શપથ ગ્રહણને લઇને મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે સવાલ ઉઠાવ્યો છે. સંયજ નિરુપમે સવાલ કર્યો કે, ભાજપ ગોવાના નવા સીએમને શપથ લેવડાવવામાં આટલી ઉતાવળ કેમ કરી રહ્યાં છે. ભાજપે કદાચ નવા સીએમના શપથ ગ્રહણ કરાવવા માટે થોડી રાહ જોવી જોઇતી હતી. નિરૂપમે ટ્વિટ કરતા મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી આપવાની સાથે ભાજપ માટે કહ્યું કે, ભાજપને પર્રિકરજીની અસ્થિઓ વિસર્જિત થવા સુધી રોકાવવું જોઇતું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આ CMએ પ્રશાંક કિશોરને કહ્યાં ‘બિહારી ડાકુ’, JDUના નેતાએ કર્યો વળતો પ્રહાર


જણાવી દઇએ કે સોમવાર મોડી રાત્રે પ્રમોદ સાવંતને ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પ્રમોદ સાવંત પહેલા ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.


લોકસભા ચૂંટણી 2019: ભાજપના ઉમેદવારોની સંભવિત પ્રથમ યાદી, જાણો કોને મળશે ટિકિટ


રાજ્યપાલ મુદુલા સિન્હાએ પણજીમાં મોડી રાત્રે લગભગ 2  વાગે રાજ્યભવનમાં 46 વર્ષીય સાવંતને પદ તેમજ ગોપનીયતાની શપથ લેવડાવી છે. સાવંતના ઉપરાંત પર્રિકરના નેતૃત્વવાળી કેબિનેટનો ભાગ રહેલા 11 ધારાસભ્યોએ પણ મંત્રીના રૂપમાં શપથ લીધા. પહેલા આ શપથ ગ્રહણ સમારોહ સોમવારની રાત્રે 11 વાગે થવાનો હતો પરંતુ કોઇ કારણો સર તેમાં વિલંબ થયો હતો. સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા. આ પહેલા સાવંતે કહ્યું હતું કે, તેમની પાર્ટી ભાજપે તેમને મોટી જવાબદારી સોંપી છે.


RJDએ 4 વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ, કોંગ્રેસના નેતાઓએ કર્યા ફોન સ્વિચ ઓફ


ભાજપના આ લોકપ્રિય નેતાની સ્મશાન યાત્રા ‘કલા એકડમી’થી શરૂ થઇ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત હજારો લોકોએ પૂર્વ રક્ષા મંત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. પર્રિકર (63 વર્ષ)ના પાર્થિવ દેહને ફૂલોથી સણગારેલા વાહનમાં મુકવામાં આવ્યો હતો. આ વાહનથી તેમના પાર્થિવ દેહને મીરામાર તટ પર લઇ જવામાં આવ્યો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર સમ્પન્ન કરવામાં આવ્યા હતા.


વધુમાં વાંચો: પ્રિયંકાના વારાણસી પ્રવાસ પહેલા આવ્યો નવો વિવાદ, વકીલોએ મંદિર દર્શન પર ઉઠાવ્યો વાંધો


ગોવાના આ લોકપ્રિય નેતાનું રવિવારે લાંબી બીમારીના બાદ નિધન થયું હતું. તેમની લોકપ્રિયતાનો અંદાજ હજારોની સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા આવેલા સામાન્ય નાગરિક અને બીજેપી કાર્યકર્તાઓના ટોડાથી લગાવી રહ્યાં હતા. તેમણે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સામાન્ય નાગરિકો તેમજ પાર્ટી કાર્યકર્તાઓની લાંબી લાઇનો લાગી હતી.
(ઇનપુટ ભાષાથી)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....