પ્રિયંકાના વારાણસી પ્રવાસ પહેલા આવ્યો નવો વિવાદ, વકીલોએ મંદિર દર્શન પર ઉઠાવ્યો વાંધો
ઉત્તર પ્રદેશના ચાર દિવસના પ્રવાસ દરમિયાન 20 માર્ચે પ્રિયંકા ગાંધી વાડ્રાનો વારાણસીના વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તે પહેલા જ આ મામલે વિવાદ સર્જાયો છે.
Trending Photos
વારાણસી: ઉત્તર પ્રદેશના ચાર દિવસના પ્રવાસ દરમિયાન 20 માર્ચે પ્રિયંકા ગાંધી વાડ્રાનો વારાણસીના વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તે પહેલા જ આ મામલે વિવાદ સર્જાયો છે. ખરેખરમાં વારાણસીના વકીલોએ પ્રિયંકા ગાંધી વાડ્રાના વિશ્વનાથ મંદિર દર્શન પર વાંદો ઉઠાવ્યો છે. આ વકિલોએ મુખ્યમંત્રી અને જિલ્લાધિકારીને પત્ર આપી પ્રિયંકા વાડ્રાને વિશ્વનાથ મંદિરમાં પૂર્જા-અર્ચના ના કરવા દેવાની અપીલ કરી છે. પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વિશ્વનાથ મંદિર હિન્દૂ સનાતન ધર્મના દેવતાઓનું મંદિરર છે અને ઇસાઇ ધર્મ હોવાના કારણે પ્રિયંકા વાડ્રાને ત્યાં જવા દેવા જોઇએ નહીં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધિત કરી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવું છે કે તેમન પૂજા-અર્ચનાની જગ્યા ચર્ચ છે.
વધુમાં વાંચો: Video: રાહુલના કાર્યક્રમમાં PM મોદીના સમર્થનમાં લાગ્યા નારા, લોકોએ કહ્યું- કાર્યક્રમ છોડી દો
લોકસભા ચૂંટણી જનતાની માટે પડકાર: પ્રિયંકા
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તર પ્રદેશમાં તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે જનતા માટે આગામી લોકસભા ચૂંટણી એક પડકાર છે અને તેમણે તે નક્કી કરવાનું રહેશે કે તેઓ નફરત અને છેતરપીંડીનું રાજકારણ ઇચ્છે છે અથવા વિકાસનું. પ્રયાગરાજથી વારાણસીની વચ્ચે ગંગા નદીમાં 100 કિલોમીટરની મુસાફરી પર નિકળેલી પ્રિંયકા ગાંધી તેમના પહેલા પડાવ અંતર્ગત ભદોહીના સીતામઢી સ્થિત જાનકી મંદિર પરિસરમાં આયોજીત જનસભામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકારા પ્રહાર કર્યા અને કહ્યું ‘તમારા (જનતા) માટે આ ચૂંટણી નથી પરંતુ પડકાર છે. તેને વોટ આપો, જેના માટે તમારૂ દિલ ઘડકે છે.’
તેમણે કહ્યું કે, ‘તમારી જેમ પણ અને થાકી ગયા છે. આવી સરકારથી જે આપણા બંધારણ અને સંસ્થાઓને બગાડવા માગે છે. જે આપણી જનતાનો અવાજ નથી સાંભળતી. અમે બધા તમારી સાથે ઉભા છીએ. અમે આ દેશમાં બદલાવ એટલા માટે કરવા ઇચ્છીએ છે, કેમકે અને દેશમાં એવું રાજકારણ લાવવા માગીએ છે, જે માત્ર અને માત્ર તમારો વિકાસ કરે. હું આશા રાખુ છું કે તમે બધા સમજી-વિચારી તમારો વોટ આપશો અને કોંગ્રેસને વોટ આપી દેશને આગળ વધારશો. ’
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, ‘રાજકીય શક્તિ તેને કહે છે, જે બધાની વાસ સાંભળે. તમે તમારા વિસ્તારને જોઓ, વણકરોના શું હાલ થયા છે. જીએસટીના કારણે તમારો 60 ટકા કારોબાર બંધ થઇ ગયો છે. શું આજે કોઇ ખેડૂતને તેની ઉપજનો ભાવ મળી રહ્યો છે? બીજ ખરીદવા માટે દેવું કરવું પડે છે. તમને ખબર છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ખેડૂતોનું દેવુમાફીનું વચન પૂર્ણ કરવામાં આવ્યું છે. આને રાજકીય શક્તિ કહેવાય છે. તેને ઓળખો.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે