બૈતૂલઃ પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને ઉદ્યોગપતિ વિનોદ ડાગાનું નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેલ આવ્યા બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. વિનોદ ડાગા દરરોજની જેમ ગુરૂવારે સવારે જૈન દાદાવાડી ગયા હતા. મંદિરમાં તેમને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં પૂજા દરમિયાન હાર્ટ એટેકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેના સીસીટીવી ફૂટેજ જોઈને બધા ચોંકી ગયા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડાગા ભગવાનની મૂર્તિની સામે માથુ નમાવીને પગે લાગી રહ્યા છે અને તેમના પ્રાણ નીકળી ગયા છે. 


ઘરના આ ખુણામાં જરૂર પ્રગટાવજો દીવડો, લક્ષ્મીજીની કૃપા વરસશે ધનની થશે રેલમછેલ

વિનોદ ડાગાનું રાજકીય કદ
વિનોદ ડાગાનું નિધન કોંગ્રેસ પાર્ટી માટે એક મોટી ક્ષતિ છે. ડાગાને પેટાચૂંટણી દરમિયાન મેહગાંવ વિધાનસભા ક્ષેત્રના પ્રભાવી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઘટના વાળા દિવસે ભોપાલમાં પાર્ટીની બેઠકમાં સામેલ થયા બાદ બૈતૂલ પરત ફર્યા હતા. ડાગા કોંગ્રેસ પ્રદેશ કોષાધ્યક્ષ, એઆઈસીસી સભ્ય, અપેક્સ બેન્કના ડાયરેક્ટર, કેન્દ્રીય સહકારી બેન્ક સહિત ઘણા મહત્વપૂર્ણ પદ પર રહી ચુક્યા છે. દિવંગત વિનોદ ડાગાના નાના પુત્ર નિલય ડાગા હાલ બૈતૂલ વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube