નવી દિલ્હી: યોગ દિવસના અવસરે આખી દુનિયા યોગમય બની ગઈ હતી અને દેશમાં પણ યોગની ધૂમ મચી હતી ત્યારે રાહુલ ગાંધીએ યોગ અને સેનાને લઈને કરેલી ટ્વીટથી ખુબ વિવાદ ઊભો  થયો છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ તેનાથી પરેશાન છે. પાર્ટી નેતા હવે એ નથી સમજી શકતા કે આખરે રાહુલ ગાંધીને આ ટ્વીટ દ્વારા શું સંદેશો આપવો હતો અને કઈ રીતે આ નુકસાન થઈ ગયું. કોંગ્રેસ નેતાઓનું માનવું છે કે રાહુલ ગાંધીની આ ટ્વીટ યોગ્ય નહતી અને તેનાથી રાજકીય સ્તરે પાર્ટીને નુકસાન થયું છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે પાર્ટી લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ


રાહુલ ગાંધીએ સેનાની ડોગ યુનિટની યોગ કરતી તસવીર સાથે કેપ્શન ટ્વીટ કરી હતી કે 'ન્યૂ ઈન્ડિયા'. તેમણે આ ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ દાવ ઉલ્ટો પડ્યો અને તેને સેના અને યોગની મજાક ઉડાવવા તરીકે લેવાઈ ગઈ. શુક્રવારે મીડિયામાં આ વિવાદ બાદથી જ કોંગ્રેસ નેતાઓ પર એ ચર્ચા શરૂ થઈ ગઈ કે તેનાથી નુકસાન થશે. તમામ નેતાઓએ સર્વસંમતિથી સ્વીકાર્યં કે આ ભૂલ થઈ છે અને આ મુદ્દે કશું ન કહેવું જ સારું છે. 


જુઓ LIVE TV


BJP સાંસદ મનોજ તિવારીને મળ્યો ધમકીભર્યો SMS, 'હું તમારી હત્યા કરી નાખીશ'


રાહુલના સલાહકાર પર ઉઠ્યા સવાલો
એકવાર ફરીથી પાર્ટીની અંદર રાહુલ ગાંધીના સલાહકારો પર સવાલ ઉઠ્યા છે. કહેવાય છે કે કોઈ પણ રાજકીય ભેજુ આ પ્રકારની પોસ્ટ કરવાની વાત ન કરે. કોંગ્રેસીઓનું માનવું છે કે પાર્ટી સતત સેલ્ફ ગોલ કરી રહી છે અને અધ્યક્ષનો જ કેઝ્યુઅલ વ્યવહાર નુકસાન પહોંચાડી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...