સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ

ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં.

સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી: ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં. શિબિરો લગાવી. આ બધા વચ્ચે ગઈ કાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર એક તસવીર ખાસ વાઈરલ થઈ. જેમાં સેનાના કૂતરા યોગ કરતા જોવા મળી રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ પણ આ તસવીર ટ્વીટ કરીને લખ્યું 'NewIndia'.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આ ટ્વીટને કટાક્ષ અર્થે લેવાઈ ગઈ. તેમણે વિરોધીઓને પાછી એક તક આપી દીધા. વિરોધીઓને પણ બગાસુ ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો. રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં પણ જબરદસ્ત ટ્રોલ થયાં. લોકોએ તેમને ખુબ ઠપકો આપ્યો. 

— D Roopa IPS (@D_Roopa_IPS) June 21, 2019

રાહુલ ગાંધીની ટ્વીટ પર મહિલા આઈપીએસ ડી રૂપાએ પણ પલટવાર કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું કે 'ડોગ હેન્ડલર કા તો પોલીસવાળા હોય છે અથવા તો સૈનિક, જે ખુબ આકરી ટ્રેનિંગ બાદ તૈયાર કરાય છે. સેના કે પોલીસના દરેક કૂતરા ફક્ત અને ફક્ત પોતાના હેન્ડલરના આદેશનું પાલન કરે છે. બંને વચ્ચેનો સંબંધ ડ્યૂટીથી ઘણી ઉપરની વાત છે.'

રેલવેમાં પોલીસ ઈન્સ્પેક્ટર જનરલના પદે તહેનાત ડી રૂપા આટલેથી ન અટક્યા. તેમણે વધુમાં લખ્યું કે આ કૂતરા વિસ્ફોટ અગાઉ જ વિસ્ફોટકને સૂંઘીને દેશના વીઆઈપીના જીવ  બચાવે છે. ખરેખર ન્યુ ઈન્ડિયા પર ગર્વ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news