કોંગ્રેસે પવન કુમાર બંસલને બનાવ્યા કોષાધ્યક્ષ, જાણો પાર્ટી પાસે કેટલી સંપત્તિ અને કેટલું દેવું?
કોંગ્રેસ પાર્ટીએ અહમદ પટેલના નિધન પછી વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને પોતાના ખજાનચી બનાવ્યા છે. બંસલને પાર્ટીના કોષાધ્યક્ષની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.વેણુગોપાલ તરફથી રજૂ કરેલા નિવેદન પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંસલને તત્કાલ પ્રભાવથી કોષાધ્યક્ષની વધારાની જવાબદારી સોંપી છે. પૂર્વ રેલ મંત્રી હાલ પાર્ટીના પ્રશાસનિક મામલાના પ્રભારી છે.
નવી દિલ્લી: કોંગ્રેસ પાર્ટીએ અહમદ પટેલના નિધન પછી વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને પોતાના ખજાનચી બનાવ્યા છે. બંસલને પાર્ટીના કોષાધ્યક્ષની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.વેણુગોપાલ તરફથી રજૂ કરેલા નિવેદન પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંસલને તત્કાલ પ્રભાવથી કોષાધ્યક્ષની વધારાની જવાબદારી સોંપી છે. પૂર્વ રેલ મંત્રી હાલ પાર્ટીના પ્રશાસનિક મામલાના પ્રભારી છે.
તમને યાદ હશે કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી પાસે ફંડની અછતના સમાચાર સામે આવ્યા હતા. પાર્ટીએ ટ્વીટ કરીને ફંડિગની અપીલ કરી હતી. તો શું પવન બંસલ માટે કોષાધ્યક્ષની જવાબદારી નિભાવવી એક મોટો પડકાર સાબિત થશે?... તેનો જવાબ મેળવવા માટે જાણીએ કે આખરે કોંગ્રેસ પાર્ટી પાસે કેટલી સંપત્તિ છે અને કેટલું દેવું છે.
કોંગ્રેસ પાસે 854.75 કરોડ રૂપિયાની સંપત્તિ:
રાષ્ટ્રીય પક્ષમાંથી માત્ર કોંગ્રેસ અને એનસીપીની વાર્ષિક જાહેર કરેલી સંપત્તિમાં ઘટાડો થયો છે. કોંગ્રેસની સંપત્તિ નાણાંકીય વર્ષ 2016-17માં 854.75 કરોડ રૂપિયા હતી. જે નાણાંકીય વર્ષ 2017-18માં 15.26 ટકા ઘટીને 724.35 કરોડ રૂપિયા થયું. જ્યારે ભાજપની કુલ સંપત્તિ 1213.13 કરોડ રૂપિયા હતી. જે 2017-18માં 22.27 ટકા ઘટીને 1483.35 કરોડ રૂપિયા થઈ.
400.15 કરોડ રૂપિયાનું કેપિટલ/રિઝર્વ ફંડ:
જ્યારે નાણાંકીય વર્ષ 2016-17માં કોંગ્રેસની પાસે 392.02 કરોડ રૂપિયાનું કેપિટલ/રિઝર્વ ફંડ હતું. જે આગામી નાણાંકીય વર્ષ 2017-178માં વધીન 400.15 કરોડ રૂપિયા થઈ ગયું. જ્યારે ભાજપની પાસે 2016-17માં 1193.10 કરોડ રૂપિયા હતું. જે નાણાંકીય વર્ષ 2017-18માં 1461.97 કરોડ રૂપિયા થઈ ગયું.
દેવાદારી હટાવીને 800.3 કરોડ રૂપિયાની માલિક છે કોંગ્રેસ:
હવે વાત દેવાદારીની. નાણાંકીય વર્ષ 2016-17માં કોંગ્રેસ પર સૌથી વધારે 461.43 રૂપિયાનું દેવું હતું. જેના પછી નાણાંકીય વર્ષ 2017-18માં આ દેવું ઘટીને 324.20 કરોડ રૂપિયા રહી ગયું. જ્યારે ભાજપ પર 2016-17માં 20.03 કરોડ રૂપિયાનું દેવું હતું. જે આગામી નાણાંકીય વર્ષમાં વધીને 21.38 કરોડ રૂપિયા થઈ ગયું. આ પ્રમાણએ કોંગ્રેસની પાસે 1124.5 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જેમાંથી 324.20 કરોડ રૂપિયાનું દેવું ઓછું કરીએ તો 800.3 કરોડ રૂપિયાની સંપત્તિ વધે છે.
કોર્પોરેટ દાનદાતાઓ તરફથી કેટલું ફંડિગ:
રાષ્ટ્રીય પક્ષમાં કોંગ્રેસ કોર્પોરેટ/વ્યાપારિક દાનદાતાઓ તરફથી દાન લેવાના મામલામાં ભાજપ પછી બીજા નંબર પર રહી. તેને 122 દાનદાતાઓએ 122.50 કરોડ રૂપિયાની. જ્યારે ભાજપને સૌથી વધારે 1573 દાનદાતાઓએ 698.02 કરોડ રૂપિયાનું ફંડિગ આપ્યું. આ દાનદાતાઓમાં તે સામેલ છે, જેમણે 20 હજાર રૂપિયાથી વધારેનું દાન કર્યું.
ખર્ચ કરવામાં ક્યાં છે કોંગ્રેસ:
કોંગ્રેસ પાર્ટીએ 2018માં ભલે ફંડિગ ઓછું હોવાની વાત કરી હતી. પરંતુ આગામી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેણે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ વધારે ખર્ચ કર્યો. પાર્ટીએ 2014માં 516 કરોડ રૂપિયા, જ્યારે 2019માં 820 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જ્યારે ભાજપે 2014ની લોકસભાની ચૂંટણીમાં 714 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 31 ઓક્ટોબર 2019માં કોંગ્રેસે જણાવ્યું કે તેને પાર્ટીના પ્રચાર માટે 626.3 કરોડ રૂપિયા, જ્યારે ઉમેદવારો પર 193.9 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ પ્રમાણે ચૂંટણીના આરંભથી અંત સુધી પાર્ટીના કુલ 856 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube