નવી દિલ્હી : કોંગ્રેસની આંતરિક અધ્યક્ષ સોનિયા ગાંધીએ વ્હોટ્સએપ જાસુસી કાંડ પર નરેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીએ દિલ્હીમાં પાર્ટી નેતાઓની બેઠકમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે ઇઝરાયેલનાં સોફ્ટવેર પેગાસસ દ્વારા બધાની જાસુસી કરાવી છે. સોનિયાએ કહ્યું કે, એવું કરાવવું ન માત્ર અસંવૈધાનિક નહી પરંતુ શરમજનક છે. દિલ્હીમાં સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓની એક મહત્વની બેઠકમાં કહ્યું કે, આ ખુલાસો ખુબ જ ચોકાવનારો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહા અસર : મગફળી ટેકાના ભાવે ખરીદવાનું સરકારે મોકુફ રાખ્યું


સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને સંબોધિત કરતા કહ્યું કે, અનેક મહત્વના મુદ્દા છે જેનાથી તમે પરિચિત છો, જો કે હાલના ચોકાવનારો ખુલાસો છે કે મોદી સરકારે ઇઝરાયેલથી જે પેગાસસ સોફ્ટવેર પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા એક્ટિવિસ્ટ, પત્રકાર અને રાજનીતિક વ્યક્તિઓની જાસુસી કરવામાં આવી તેના પર નજર રાખવામાં આવી રહી છે. આ કામ ન માત્ર અસંવૈધાનિક છે, પરંતુ શરમજનક પણ છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનની તૈયારીઓ અંગે ચર્ચા થઇ. મીટિંગમાં કોંગ્રેસની બેઠકમાં પાર્ટી મહાસચિવ, રાજ્યપ્રભારી, કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠનોના પ્રમુખનો સમાવેશ રહ્યો. કોંગ્રેસ 5 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધી નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિનોની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 


ગુજરાત : કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી આમદની અઠ્ઠની અને ખરચા રૂપૈયા જેવી થઇ !
પાક વીમો તો ઠીક અહીં તો વિમો મેળવવા માટે મોબાઇલ કવરેજના પણ ઠેકાણા નથી !
ચિદમ્બરનો હુમલો
કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમનાં ટ્વીટર એકાઉન્ટ્સથી ટ્વીટ કરી પણ આ મુદ્દે સરકાર પર હુમલો કરવામાં આવ્યો છે. ચિદમ્બરમે કહ્યું કે, સરકારનું કહેવું છે કે તેઓ એનએસઓ ગ્રુપ જે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે ની સાથે કામ નથી કરતી, જ્યારે એનએસઓ ગ્રુપનું કહેવું છે કે તેઓ માત્ર સરકારી એજન્સીઓ સાથે જ કામ કરે છે. 


દ્વારકા : દરિયો તોફાની બનતા બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરી દેવાઇ

સોનિયા ગાંધીના આરોપો અંગે ભાજપનો જવાબ
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ સોનિયા ગાંધીના આરોપો અંગે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર આ મુદ્દે પોતાની સ્પષ્ટતા રજુ કરી ચુક્યું છે. જો કે સોનિયા ગાંધી તે બાબતે સ્પષ્ટતા કરવી જોઇએ કે જ્યારે દેશમાં યુપીએ સરકાર હતી તો 10 જનપથને કોણે કહ્યું કે, કોના કહેવાથી પ્રણવ મુખર્જીની જાસુસી કરાવવામાં આવી છે, તે ઉપરાંત તત્કાલીન આર્મી ચીફ વી.કે સિંહની જાસુસીમાં કોનો હાથ હતો. 


સુરેન્દ્રનગર: નાના રણમાં ફસાયા અગરિયા, ત્યારે ભગવાન બનીને આવ્યા કલેક્ટર

શું છે વ્હોટ્સએપની જાસુસીનો મામલો
અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા કંપની વ્હોટ્સએપે તે વાતની પૃષ્ટિ કરી છે કે ઇઝરાયેલ સોફ્ટવેર પેગાસસે ભારતીય માનવાધિકાર કાર્યકર્તા અને પત્રકારોને સ્પાઇવેર દ્વારા ટાર્ગેટ કરીને તેમની જાસુસી કરવામાં આવી. ગુરુવારે જ્યારે આ મુદ્દો સામે આવ્યો તો વિપક્ષે એકવાર ફરીથી મોદી સરકારને નિશાન પર લીધું, પરંતુ ગૃહમંત્રાલયે કહ્યું કે, તે માત્ર સરકારને બદનામ કરવા માટે કહી રહ્યા છે.