UP: બસ વિવાદ પર કોંગ્રેસના જ MLAએ પોતાની પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું-`આ કેવી ક્રૂર મજાક`
મજૂરોને લઈને બસોની વ્યવસ્થા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો વળાંક આવ્યો છે. રાયબરેલીથી કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે આ સમગ્ર મામલે પોતાની પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ એક ક્રૂર મજાક છે.
નવી દિલ્હી: મજૂરોને લઈને બસોની વ્યવસ્થા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો વળાંક આવ્યો છે. રાયબરેલીથી કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે આ સમગ્ર મામલે પોતાની પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ એક ક્રૂર મજાક છે.
અદિતિ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે 'ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર, એક હજાર બસોની સૂચિ મોકલી, તેમાંથી અડધા કરતા વધુ બસોનો ફર્જીવાડો, 297 કબાડ બસો, 98 ઓટો રિક્ષા અને એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ, 68 વાહનો કાગળો વગરના, આ કેવી ક્રૂર મજાક છે. જો બસો હતી તો રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ન મોકલી?'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube