મહિલા સાંસદનો આરોપ- દિલ્હી પોલીસે કપડાં ફાડ્યા, શશિ થરૂરે શેર કર્યો વીડિયો, કોંગ્રેસે મચાવ્યો હોબાળો
ટ્વિટર પર શેર કરવામાં આવેલા પોતાના વીડિયોમાં તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસના જવાનોએ તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના જૂતાને પણ ઉતારીને ફેંકી દીધા અને ત્યારબાદ કોઇ ગુનેગારની માફક તેમને ઢસેડતા અન્ય મહિલા વિરોધકર્તાની સાથે બસમાં લઇ ગયા.
Congress protest: નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્રારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે સતત તપાસના લીધે કોંગ્રેસી કાર્યકર્તા અને નેતા ક્રોધે ભરાયેલા છે. આ પૂછપરછ અને કેન્દ્ર સરકારના વલણ વિરૂદ્ધ તે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે 15 જૂનના રોજ દિલ્હીમાં થયેલા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી સાંસદ જોતિમણિએ દિલ્હી પોલીસ પર કપડાં ફાડવાનો અને અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાને શેર કરી. તેમણે આ ટ્વીટને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ શેર કરી છે. તેમણે આ તેને શેર કરતાં લખ્યું છે કે કોઇપણ લોકતંત્ર માટે અપમાનજનક છે.
કોંગ્રેસ સાંસદ જોતિમણિનો દિલ્હી પોલીસ પર આરોપ
દેશની રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસની મહિલા સાંસદ જોતિમણિએ દિલ્હી પોલીસ પર અભદ્રતા કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા પોતાના વીડિયોમાં તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસના જવાનોએ તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના જૂતાને પણ ઉતારીને ફેંકી દીધા અને ત્યારબાદ કોઇ ગુનેગારની માફક તેમને ઢસેડતા અન્ય મહિલા વિરોધકર્તાની સાથે બસમાં લઇ ગયા. તેમણે આ વીડિયોને શેર કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા ગુસ્સામાં છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેમનો આ વીડિયો પણ શેર કર્યો છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube