રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ Ravneet Singh Bittu નો હંગામો, સદનમાં લગાવ્યા નારા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) શુક્રવારના સંસદના બંને સદનોને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સંસદનું બજેટ સત્ર (Budget Session) આજથી (29 જાન્યુઆરી) શરૂ થઈ ગયું છે
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) શુક્રવારના સંસદના બંને સદનોને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સંસદનું બજેટ સત્ર (Budget Session) આજથી (29 જાન્યુઆરી) શરૂ થઈ ગયું છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ (Ravneet Singh Bittu) સંસદ પહોંચ્યા અને નારા લગાવ્યા હતા.
સદનમાં લગાવ્યા જય જવાન, જય કિસાનના નારા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (Ram Nath Kovind) અભિભાષણ દરમિયાન રવનીત સિંહ બિટ્ટૂએ (Ravneet Singh Bittu) કૃષિ કાયદાનો (Agriculture Laws) મુદ્દો ઉઠાવ્યો અને જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા. કોંગ્રેસ તરફથી એકલા રવનીત સિંહ બિટ્ટુ સેન્ટ્રલ હોલ પહોંચ્યા હતા. કેમ કે, કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો.
આ પણ વાંચો:- Farmers Protest: મુઝફ્ફરનગરના GIC ગ્રાઉન્ડમાં ખેડૂતોનો જમાવડો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપંચાયત શરૂ
થોડીવાર રણનીતે રાષ્ટ્રપતિના અભિભાષણ સાંભળ્યું. ત્યારબાદ ઉભા થઈને ત્રણ કાયદાને રદ કરવા અને એમએસપી ગેરેન્ટી કાયદાને લઇને અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, સરકારે ત્રણ કાયદાને રદ કરવો જોઇએ અને એમએસપી ગેરેન્ટી કાયદો બનાવવો જોઇએ ત્યારબાદ તેઓ સદનથી બહાર નીકળશે.
આ પણ વાંચો:- Singhu Border પર ભારે બબાલ, સ્થાનિકો-ખેડૂતો વચ્ચે ઘર્ષણ, SHO પર તલવારથી હુમલો
કોણ છે રવનીત સિંહ બુટ્ટૂ?
રવનીત સિંહ બિટ્ટૂ (Ravneet Singh Bittu) પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર અને કોંગ્રેસ નેતા છે. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં રણનીત સિંહ બિટ્ટૂએ પંજાબના લુધિયાણાથી જીત મેળવી હતી. 10 સપ્ટેમ્બર, 1975 ના લુધિયાણા જિલ્લાના કોટલા અફગાન ગામમાં જન્મેલા રવનીત સિંહ બિટ્ટૂએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે.