ધૌલપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વાયદા પર ખરા નથી ઉતર્યાનો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બપોરે ધૌલપુરના સૈપઉમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, 'કેન્દ્રની સત્તામાં આવતા જ કોંગ્રેસ ન્યાય યોજના હેઠળ પાંચ કરોડ મહિલાઓના ખાતામાં 3.60 લાખ રૂપિયા જમા કરાવશે. 22 લાખ યુવાઓને સરકારી નોકરી મળશે. દસ લાખ યુવાઓે પંચાયતમાં રોજગારી આપશે. તથા દેશનો કોઈ પણ ખેડૂત દેવું ન ચુકવી શકવાની સ્થિતિમાં જેલમાં મોકલાશે નહીં. '


કોંગ્રેસ સાંસદની સુપ્રીમ કોર્ટમાં અરજી, PM મોદી સામે કાર્યવાહીની માગણી, જાણો શું છે મામલો


રાહુલે કહ્યું કે, 'નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. ખેડૂતોને યોગ્ય ભાવ આપીશ, બે કરોડ યુવાઓને રોજગારી આપીશ. 15 લાખ રૂપિયા બેંક ખાતામાં નખાવીશ. હું અહીં તમને ખોટું બોલવા આવ્યો નથી. હું તમને સીધે સીધુ કહું છું કે 15 લાખ રૂપિયા આપી શકાય નહીં. 3,60,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં આવશે, એ મારી ગેરંટી છે. પાંચ કરોડ બેંક ખાતામાં જશે.' 


તેમણે કહ્યું કે હું, 'તમને એમ નહીં કહું કે બે કરોડ યુવાઓને રોજગારી આપીશ. હું કહીશ કે ન્યાય યોજના હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા માટે મહત્વની હશે. એક વર્ષમાં 22 લાખ યુવાઓને રોજગારી અપાશે. દસ લાખ યુવાઓને પંચાયતોમાં રોજગારી અપાશે. હું તમને આમ કહીશ.' 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...