કોંગ્રેસ સાંસદની સુપ્રીમ કોર્ટમાં અરજી, PM મોદી સામે કાર્યવાહીની માગણી, જાણો શું છે મામલો

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા આદર્શ આચારસંહિતાના કથિત રીતે ભંગના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરશે.

કોંગ્રેસ સાંસદની સુપ્રીમ કોર્ટમાં અરજી, PM મોદી સામે કાર્યવાહીની માગણી, જાણો શું છે મામલો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા આદર્શ આચારસંહિતાના કથિત રીતે ભંગના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરશે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે કાર્યવાહીની માગણી કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદી અને અમિત શાહે મત માગવા માટે સશસ્ત્ર દળો અને રક્ષાકર્મીઓનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ અરજીકર્તા તરફથી અભિષેક મનુ સિંઘવીએ આ મામલે તત્કાળ સુનાવણીની માગણી પણ કરી છે. 

— ANI (@ANI) April 29, 2019

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે દેવની અરજી પર મંગળવારે સુનાવણી થશે. દેવ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ સિંઘવીએ આરોપ લગાવ્યો કે મોદી અને શાહે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને ચૂંટણી પંચ તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી પણ કરતું નથી. સિંઘવીએ કહ્યું કે દેશમાં ચાર સપ્તાહથી આચાર સંહિતા લાગુ છે. વડાપ્રધાન અને શાહ કથિત રીતે આચાર સંહિતાનો ભંગ કરી રહ્યાં છે. જેના પર પેનલે કહ્યું કે આ મામલે આવતી કાલે એટલે કે મંગળવારે સુનાવણી હાથ ધરાશે. 

જુઓ LIVE TV

આ મામલે કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે એક અરજી દાખલ કરી છે. જેમાં સુષ્મિતા દેવે માગણી કરી છે કે સુપ્રીમ કોર્ટ  ચૂંટણી પંચને જલદી નિર્દેશ આપે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતા ભંગના મામલે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના પર પંચ કાર્યવાહી કરે. સુષ્મિતા દેવની આ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે અને મંગળવારે સુનાવણી હાથ ધરવાનું કહ્યું છે. (ઈનપુટ-ભાષામાંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news