Congress President Election 2022: કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જૂન ખડગે, શશિ થરૂરે ઉમેદવારી નોંધાવી
Congress President Election Nomination: કોંગ્રેસના બે ધૂરંધર નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂરે આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી છે. અશોક ગેહલોતનું નામ હટ્યા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદારોમાં દિગ્વિજય સિંહ અને શશિ થરુર જ મેદાનમાં બચ્યા હતા. દિગ્વિજય સિંહ રેસમાંથી આઉટ થઈ ગયા અને મલ્લિકાર્જૂન ખડગેની અચાનક એન્ટ્રી થઈ ગઈ.
Congress President Election Nomination: અશોક ગેહલોતનું નામ હટ્યા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદારોમાં દિગ્વિજય સિંહ અને શશિ થરુર જ મેદાનમાં બચ્યા હતા. દિગ્વિજય સિંહે કેરળથી દિલ્હી આવીને નામાંકન પત્ર પણ લીધુ હતું અને તેમના પ્રસ્તાવોની યાદી પણ તૈયાર હતી. આવામાં કોંગ્રેસ અધ્યક્ષ માટે પૂર્વ મંત્રી મલ્લિકાર્જૂન ખડગેએ સોનિયા ગાંધીને મળ્યા બાદ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું અને આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી. દિગ્વિજય સિંહ હવે આ રેસમાંથી આઉટ થઈ ગયા છે.
દિગ્વિજય સિંહે કહ્યું કે મે મારી આખી જિંદગી કોંગ્રેસ માટે કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. મે ક્યારેય આ ત્રણ વસ્તુઓ સાથે સમાધાન કર્યું નથી- દલિતો, આદિવાસીઓ અને ગરીબો માટે ઊભા રહેવું, સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારા વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને નહેરુ-ગાંધી પરિવાર પ્રત્યે સમર્પણ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube