નવી દિલ્હી : હાઇ-પ્રોફાઇલ અમેઠી લોકસભા સીટ પર ચૂંટણી ખુબ જ રસપ્રદ થતી જઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફતી અમેઠી સંસદીય સીટથી ભરાયેલા ઉમેદવારી પત્ર પર તેમના નામ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનાં ઉમેદવારી પત્ર સામે પણ વિરોધ ઉઠાવાયો છે. રાહુલ ગાંધીનાં નામ પર વિરોધ બાદ સ્ક્રૂટની હવે 22 એપ્રીલે થશે. જ્યારે સ્મૃતિ ઇરાનીના ઉમેદવારી પર અપક્ષ ઉમેદવાર રોહિત કુમારે પોતાનાં વકીલ રાહુલ ચંદાનીના માધ્યમથી ચૂંટણી અધિકારીનો વિરોધ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive: પ્રતિબંધ હટતા જ મેનકા ગાંધીએ કહ્યું, 'મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયું'

આ ઘટનાક્રમ બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, સાથે જ તેમની શૈક્ષણીક યોગ્યતા અને નાગરિકતા પર સવાલ ઉઠાવતા પુછ્યું કે, તેઓ બ્રિટિશ નાગરિક હતા તે દરમિયાન તેમણે એક વર્ષના અંતરમાં બીએ અને એમફિલની ડિગ્રી કઇ રીતે પ્રાપ્ત કરી લીધી. 
શહીદ પર વિવાદાસ્પદ ટિપ્પણી: સાધ્વી પ્રજ્ઞાને ECની કારણદર્શક નોટિસ

બીજી તરફ ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના ઉમેદવારી અંગે અપક્ષ ઉમેદવાર રોહિત કુમારે પોતાનાં અધિવક્તા રાહુલ ચંદાનીના માધ્યમથી ચૂંટણી અધિકારીનો વિરોધ કર્યો છે. રાહુલ ચંદાનીએ કહ્યું કે, જ્યારે 2004માં તેમણે ચાંદની ચોકથી ચૂંટણી લડ્યા તો પોતાનાં હલફનામામાં માત્ર અને માત્ર બેચલર ઓફ રાટ્સ્ 1996માં પુર્ણ કરી ચુક્યા હોવાનું લખ્યું છે અને તેમણે કોઇ અન્ય ડિગ્રી અંગે કોઇ માહિતી નથી આપી. રાહુલ ગાંધીની વિરુદ્ધ 2014માં અમેઠીથી ચુંટણી લડવા દરમિયાન આપવામાં આવ્યું. હલફનામું 2019નાં હલફનામાથી અલગ હતું. ચંદાનીએ સ્મૃતિ ઇરાનીનાં હલફનામામાં 2019ના હલફનામાથી અલગ હતું. ચંદાનીએ સ્મૃતિ ઇરાનીનાં હલફનામામાં ખોટી માહિતી આપવાનો આરોપ લગાવતા ચૂંટણી અધિકારીથી ફરિયાદ કરતા માંગ કરી કે તેમની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવે.