Exclusive: પ્રતિબંધ હટતા જ મેનકા ગાંધીએ કહ્યું, 'મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયું'

કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુર બેઠક માટેના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ  Zee News  સાથે ખાસ વાત કરી. મેનકા ગાંધીએ પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે મારા મનમાં જે હતું તે મેં કહ્યું. હું અલ્પસંખ્યકોનું ખુબ સન્માન કરું છું. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયું. હું ભડકાઉ ભાષણ આપતી નથી. મેં જે નિવેદન આપ્યું હતું તે ભડકાઉ નહતું. 
Exclusive: પ્રતિબંધ હટતા જ મેનકા ગાંધીએ કહ્યું, 'મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયું'

સુલ્તાનપુર: કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુર બેઠક માટેના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ  Zee News  સાથે ખાસ વાત કરી. મેનકા ગાંધીએ પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે મારા મનમાં જે હતું તે મેં કહ્યું. હું અલ્પસંખ્યકોનું ખુબ સન્માન કરું છું. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયું. હું ભડકાઉ ભાષણ આપતી નથી. મેં જે નિવેદન આપ્યું હતું તે ભડકાઉ નહતું. 

મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયું
વાતચીતમાં તેમણે કહ્યું કે મારા નિવેદનને  ખોટી રીતે રજુ કરીને બિનજરૂરી વિવાદ ઊભો કરાયો. તેમણે કહ્યું કે મેં અલ્પસંખ્યકોને પણ એ જ કહ્યું કે આ ચૂંટણીમાં અમારી સાથે રહો, નહીં તો મારુ હ્રદયભગ્ન થાય છે. ચૂંટણી પંચ મુજબ મારું નિવેદન કદાચ યોગ્ય ન હોય પરંતુ મારા મન પ્રમાણે જે હું કહેવા માંગતી હતી તે મેં કહ્યું. 

પ્રિયંકા ગાંધી કોઈ ચેલેન્જ નથી
પ્રિયંકા ગાંધી વિશે તેમણે કહ્યું કે તેઓ કોઈ પડકાર નથી. સવાલ વ્યક્તિનો નથી, પાર્ટીનો હોય છે. એક જનરલ સાથે લડાઈ નથી લડાતી, સૈનિકોની જરૂર હોય છે. લડાઈ તો ગામના એક એક માણસના સહારે લડાય છે. જ્યારે તમારી પાસે જમીન પર કશું ન હોય તો હવાની વાતો ઓછી ચાલે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે પાર્ટીના લોકો દાળ હોય છે અને નેતા વઘાર હોય છે. પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે ફક્ત વઘાર કરી રહ્યાં છો, દાળ ગાયબ હોય તો કઈ વસ્તુ પર તમે વઘાર કરી રહ્યા છો. કોંગ્રેસની દાળ જ નથી. 

PM મોદીનો કોઈ મુકાબલો નથી
પ્રિયંકા ગાંધી વાડ્રા બનારસથી ચૂંટણી લડશે નહીં, મીડિયામાં હાઈલાઈટ થવા માટે જ આ ગતકડું અજમાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો પ્રિયંકા કરી શકે નહીં. 

અમેઠી-રાયબરેલી પ્રચાર પર આપ્યો આ જવાબ
અમેઠી-રાયબરેલી પ્રચારના સવાલમાં તેમણે કહ્યું કે હું કોઈના પણ વિરુદ્ધ કે ફેવરમાં અમેઠી, રાયબરેલી જતી નથી. તેમણે કહ્યું કે આમ પણ પાર્ટીએ હજુ મને પ્રયાર માટે  કહ્યું નથી. 

ગઠબંધન કોઈ પડકાર નથી
સુલ્તાનપુરમાં સપા-બસપાના સંયુક્ત ઉમેદવાર કેટલો મોટો પડકાર છે તે સવાલ પર મેનકાએ કહ્યું કે તે પડકાર રૂપ હોત પરંતુ જે ઉમેદવારની પસંદગી કરી છે તેનો અપરાધિક રેકોર્ડ છે જે લોકોને પસંદ નથી. અહીંના ભદ્ર લોકો ક્રિમિનલને મત આપવા માંગતા નથી. 

સુલ્તાનપુરમાં રામ મંદિર નહીં પરંતુ આ મુદ્દા મહત્વના
રામ મંદિર પર મારો કોઈ મત નથી, સુલ્તાનપુરમાં રામ મંદિર મુદ્દો નથી પરંતુ સુલ્તાનપુરનું નામ ભગવાન રામના મોટા પુત્ર કુશના નામ પર કુશભવનપુર કરવામાં આવે. આ મુદ્દો છે. 

પીલીભીતથી સુલ્તાનપુર એ પાર્ટીનો નિર્ણય
પીલીભીતથી સુલ્તાનપુર શિફ્ટ થવાના મુદ્દે તેમણે કહ્યું કે તે પાર્ટીનો નિર્ણય હતો. સુલ્તાનપુરમાં વિકાસ મુદ્દો રહેશે. ખાંડની મિલ ઠીક કરવામાં આવે, પરંતુ એક નવો મુદ્દો આવ્યો છે. આ ચૂંટણીમાં ધન્યવાદનો મુદ્દો આવ્યો છે. જે પીએમ મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે. આ ગંગામાં બધાએ ડૂબકી લગાવી છે. 

જાતિ ફેક્ટર દરેક ચૂંટણીમાં મહત્વનું
જાતિ ફેક્ટર દરેક ચૂંટણીમાં પ્રભાવ પાડે છે. જો ગઠબંધન સમીકરણ જમીન પર ઉતરી આવ્યું છે તો ચેલેન્જ છે અને નથી ઉતર્યું તો કોઈ ચેલેન્જ નથી. જો કે તે અનેક જગ્યાઓ પર ઉતર્યું નથી. 

જુઓ LIVE TV

પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. મને નથી ખબર કે કેટલી બેઠકો જીતીશું, મોટી વાત કરું તો બધી બેઠકો અને નાની વાત કરું તો સુલ્તાનપુર, તેમાં બંને કવર થઈ ગયાં. 

માયા-મુલાયમ વિશે આપ્યું નિવેદન
માયા અને મુલાયમ એક સાથે મંચ પર આવ્યાં તે અંગે મેનકાએ કહ્યું કે મિત્રતા હંમેશા સારી બાબત હોય છે, અમે શાં માટે દુશ્મની કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news