નવી દિલ્હીઃ  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીની તાજ હોટલમાં ઇફ્તાર પાર્ટી આપી જેમાં 2 પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષી પાર્ટીના ઘણા નેતા સામેલ થયા. આ ઇફ્તાર પાર્ટીમાં સમાજવાદી તરફથી કોઇ સામેલ ન થયું, બીજીતરફ ઉમર અબદુલ્લા પણ ગેરહાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇફ્તાર માટે કોંગ્રેસ તરફતી 18 રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.  કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલની આ પ્રથમ ઇફ્તાર પાર્ટી છે. તેવી કલ્પના કરવામાં આવી રહી છે કે આ પાર્ટીમાં વિપક્ષની એકતાની જમીન મજબૂત બનશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રહેવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015માં ઇફ્તારનું આયોજન કર્યું હતું. 


રાહુલ ગાંધીએ ઇફ્તારમાં આવેલા તમામ લોકોનો આભાર માનતા ટ્વીટ કર્યું. તેમાં રાહુલે લખ્યું, સારૂ ભોજન, મિત્રોના ચહેરા અને સકારાત્મક વાતચીતે ઇફ્તારને યાદગાર બનાવી દીધી. અમને બે પૂર્વ રાષ્ટ્રપતિઓ- પ્રણબ દા અને પ્રતિભા પાટિલે જોઇન કર્યું. આ સિવાય ઘણા રાજકીય પાર્ટીના નેતા, મીડિયા, રાજદૂત અને ઘણા નવા-જુના મિત્રો પણ સામેલ થયા. 




કોણ-કોણ પહોંચ્યું ઇફ્તાર પાર્ટીમાં


રાહુલ ગાંધીની ઇફ્તાર પાર્ટીમાં તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી અને આરજેડીના તેજસ્વી યાદવ તથા એનસીપીના શરદ પવાર પહોંચી શક્યા નથી. આ નેતા વ્યસ્તતાઓને કારણે ઇફ્તાર પાર્ટીમાં પહોંચ્યા નથી. 


- જદયૂના પૂર્વ નેતા શરદ યાદવ, એનસીપીના નેતા દિનેશ ત્રિવેદી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. 


- ડીએમકેની સાંસદ કનિમોઝી પણ ઇફ્તાર પાર્ટીમાં પહોંચી છે.


- માકપાના મહાસચિવ સીતારામ યેચુરી પણ રાહુલની ઇફ્તાર પાર્ટીમાં પહોંચી ગયા છે. 


- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી અને પ્રતિભા પાટિલ સામેલ થયા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કાર્યક્રમમાં હાજરી આપી છે. 



- કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, બદરૂદ્દીન અજમલ રાહુલની ઇફ્તાર પાર્ટીમાં પહોંચ્યા.


- કોંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજીવ શુક્લા, શીલા દીક્ષિત પણ પાર્ટીમાં હાજર છે.