નવી દિલ્હી: #MeToo અભિયાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામે આવ્યાં છે. તેમણે આજે આ અંગે ટ્વિટ કરી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમામ લોકો મહિલાઓ સાથે સન્માન અને ગરિમા જાળવવાનો પાઠ ભણી લે. રાહુલ ગાંધીનું આ નિવેદન બોલિવૂડથી લઈને સાહિત્ય, પત્રકારત્વ જેવા ક્ષેત્રો સુધીના મોટા નામો સામે આવ્યાં બાદ આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષે તેને એક મોટો મુદ્દો ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને લખ્યું કે "હવે સમય આવી ગયો છે કે તમામ લોકો મહિલાઓ સાથે સન્માન અને ગરિમા જાળવવાની રીત શીખી લે. મને ખુશી છે કે આમ નહીં કરનારાઓ માટે હવે જગ્યા ખતમ થઈ રહી છે. ફેરફાર લાવવા માટે સત્યને ઝડપથી અને સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે."


#MeToo અભિયાન હેઠળ તમામ મહિલાઓ હિંમત દેખાડીને સામે આવી રહી છે અને પોતાની સાથે થયેલા શારીરિક શોષણ કરનારા પ્રભાવશાળી લોકોને બેનકાબ કરી રહી છે. રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં રાફેલ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સમાં આ કેમ્પેઈન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે આ એક ખુબ મોટો વિષય છે. હું મારી આવનારી પ્રેસ કોન્ફરન્સમાં આ વિષય ઉપર મારો મત સંપૂર્ણ રીતે રજુ  કરીશ. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...