રાહુલ ગાંધીએ ગણાવ્યા ભાજપના ત્રણ `જૂઠ`, કહ્યુ- જલદી ભ્રમ તૂટશે અને કિંમત ભારતે ચુકવવી પડશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજર સરકાર કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી થનારા મોતના આંકડાને લઈને ખોટુ બોલી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોવિડ 19 થઈ ગયો, જીડીપી કે પછી ચીની ઘુષણખોરી, ભાજપે જૂઠને સંસ્થાગત રૂપ આપી દીધું છે અને રાષ્ટ્રીય મહત્વના આ બધા મુદ્દા પર ખોટુ બોલી રહી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજર સરકાર કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી થનારા મોતના આંકડાને લઈને ખોટુ બોલી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોવિડ 19 થઈ ગયો, જીડીપી કે પછી ચીની ઘુષણખોરી, ભાજપે જૂઠને સંસ્થાગત રૂપ આપી દીધું છે અને રાષ્ટ્રીય મહત્વના આ બધા મુદ્દા પર ખોટુ બોલી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલ આ ભ્રમ જલદી તૂટશે અને ભારતે તેની કિંમત ચુકવવી પડશે.
આસામમાં પૂરથી ભયાનક સ્થિતિ, 54 લાખ લોકો પ્રભાવિત, કાઝીરંગા નેશનલ પાર્કમાં 96 જાનવરોના મોત
વોશિંગટન પોસ્ટ પ્રમાણે જ્યારે ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10 લાખ થઈ, તે સમયે ત્યાં પર મૃતકોનો આંકડો લગભગ 25000 હતો, જ્યારે અમેરિકા અને બ્રાજિલમાં 10 લાખ કેસ હતા તે સમયે કોરોનાથી મૃતકોની સંખ્યા 50 હજાર હતી.
મહત્વનું છે કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સરકારની જીડીપી ગણવાની રીત પર પણ સવાલ ઉઠાવી ચુક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, સરકાર જીડીપીના આંકડાને વધારીને દેખાડી રહી છે.
ચીની ઘુષણખોરીને લઈને રાહુલ ગાંધી કેન્દ્ર પર સતત હુમલા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે નરેન્દ્ર મોદી સરકાર ચીનની ઘુષણખોરીને સ્વીકાર કરી રહી નથી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube