ચંદીગઢઃ ​​કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે ઉમેદવારોની યાદી (Congress Candidates List) જાહેર કરી છે. કોંગ્રેસે 86 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં સીએમ ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે તો નવજોત સિંહ સિદ્ધૂ   (Punjab Assembly Election) અમૃતસરથી ચૂંટણી લડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે કોંગ્રેસે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે સુજાનપુરથી નરેશ પુરી, પઠાણકોટથી અમિત વિજ, ગુરદાસપુરથી બરિન્દરજીત સિંહ, શ્રીહરગોવિંદપુરથી મનદીપ સિંહ, ડેરા બાબા નાનકથી સુખજિંદર સિંહ રંધાવા, રાજા સાંસીથી સુખવિંદર સિંહ સરકારિયા અને ઉત્તર અમૃતસરથી સુનિલને મેદાનમાં ઉતાર્યા છે. 

UP: CM યોગી ગોરખપુર શહેરની બેઠક પરથી ચૂંટણી લડશે, BJPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી


બીજી તરફ અમૃતસર વેસ્ટમાંથી રાજકુમાર, અમૃતસર સેન્ટ્રલમાંથી ઓમપ્રકાશ સોની, અમૃતસર પૂર્વથી નવજોત સિંહ સિદ્ધૂ, અમૃતસર દક્ષિણમાંથી ઈન્દરબીર સિંહ બોલરિયા, તરનતારનથી ડૉક્ટર ધરમવીર અગ્નિહોત્રી, કપૂરથલાથી રાણા ગુરજીત સિંહ અને સુલતાનપુર લોધીથી નવતેજ સિંહ ચીમા કોંગ્રેસના ઉમેદવાર હશે.


આ ઉપરાંત શાહકોટથી હરદેવ સિંહ, કરતારપુરથી ચૌધરી સુરિન્દર સિંહ, જલંધર પશ્ચિમથી સુશીલ કુમાર રિંકુ, જલંધર સેન્ટ્રલમાંથી રાજિંદર બેરી, જલંધર ઉત્તરથી અવતાર સિંહ જુનિયર, જલંધર કેન્ટમાંથી પરગટ સિંહ, આદમપુરથી સુખવિંદર સિંહ કોટલી, સુંદર અરોરા હોશિયારપુર, આનંદપુર સાહિબથી કંવરપાલ સિંહ, રૂપ નગરથી બરિન્દર સિંહ ધિલ્લોન, ચમકૌર સાહિબથી ચરણજીત સિંહ ચન્ની અને SAS નગરથી બલબીર સિંહ સિદ્ધૂ કોંગ્રેસના ઉમેદવાર હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube