Bengal Eelction: કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, G-23 ના માત્ર એક નેતાને મળ્યું સ્થાન
કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સહિત 30 નેતાઓના નામ સામેલ છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સહિત 30 નેતાઓના નામ સામેલ છે. આ તબક્કાના લિસ્ટમાં કોંગ્રેસના નારાજ 23 નેતાઓમાંથી માત્ર મનીષ તિવારીને સ્થાન મળ્યું છે. જ્યારે ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજ બબ્બર જેવા નેતાઓને દૂર રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસના આ લિસ્ટમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભૂપેષ બધેલ, અધીર રંજન ચૌધરી, બીકે હરિપ્રસાદ, સચિન પાયલટ, રણદીપ સુરજેવાલા, જતિન પ્રસાદ, સુબોધકાંત સહાય, મનીષ તિવારી, આરપીએન સિંહ, નવજોત સિંહ સિદ્ધૂ, અભિજીત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા નેતાઓના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે.
Delhi માં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનાર બિલ લોકસભામાં પાસ, વધી શકે છે વિવાદ
કોણ છે G-23
કોંગ્રેસના નારાજ નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, રાજ બબ્બર, મિલિંદ દેવડા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, મનીષ તિવારી, વીરપ્પા મોઇલી, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, જિતિન પ્રસાદ, રેણુકા ચૌધરી, વિવેક તન્ખા, મુકુલ વાસનિક, અરવિંદર સિંહ લવલી જેવા નેતાઓના નામ સામેલ છે. તેમને જી20 કહેવામાં આવે છે. આ વખતે લિસ્ટમાં મનીષ તિવારીને સ્થાન મળ્યું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube