લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી
ગુજરાતમાં અમદાવાદ પશ્ચિમ ખાતેથી રાજુ પરમાર, ગુજરાતની આણંદ સીટ ખાતેથી ભરતસિંહ સોલંકી, વડોદરા ખાતેથી પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર (એસટી) ખાતેથી રણજીત રાઠવાનાં નામની જાહેરાત
નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો તડામારા તૈયારીઓ કરી રહ્યા છે. જો કે ચૂંટણીનાં માહોલને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા વિવિધ રાજ્યોનાં 15 ઉમેદવારોનાં નામ જાહેરાત કરવામાં આવ્યા છે. આ યાદીમાં કોંગ્રેસ પાર્ટીના વડા રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી અને કોંગ્રેસ પાર્ટીનાં પુર્વ વડા અને ચેરપર્સન સોનિયા ગાંધી પોતાની રાય બરેલી સીટ પરથી જ ચૂંટણી લડશે.
વાયુસેનાનું મોટુ નિવેદન, પાકિસ્તાન સામે કોઇ પણ પ્રકારના ખતરાને ખાળવા અમે તૈયાર
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એવા ક્યાસ લગાવવામાં આવ્યો હતો કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનાં જનરલ સેક્રેટરી અને સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી સીટ પરથી મેદાને ઉતરી શકે છે. જો કે સોનિયા ગાંધી છેલ્લી પાંચ ટર્મથી આ સીટ પર લોકસભા ચૂંટણીલડી રહ્યા છે. રાયબરેલી અને અમેઠી લોકસભા સીટો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
સાત-આઠ તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, ચૂંટણી પંચ ટુંકમાં કરશે જાહેરાત
કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં ગુજરાતનાં કુલ ચાર સભ્યોનાં નામ સમાવવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશની 11 સીટોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ પશ્ચિમ ખાતેથી રાજુ પરમાર, ગુજરાતની આણંદ સીટ ખાતેથી ભરતસિંહ સોલંકી, વડોદરા ખાતેથી પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર (એસટી) ખાતેથી રણજીત રાઠવાનાં નામની જાહેરાત કરવામાં આવી છે.