નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના સમરમાં ઉમેદવારની યાદી બહાર પાડવાની રેસમાં કોંગ્રેસ ભાજપને પાછળ છોડતી જોવા મળી રહી છે. શનિવારે કોંગ્રેસે પોતાની ચોથી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસે પોતાનાં નેતા શશિ થરૂર ને એકવાર ફરીથી તિરુવનંતપુરમથી ઉમેદવાર બનાવ્યા છે. ચોથી યાદીમાં કુલ 27 નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમા અરૂણાચલ પ્રદેશની બંન્ને સીટો ઉપરાંત કેરળની 12 સીટો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત યુપીની 7 સીટોની પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અંડમાન અને નિકોબાર સીટથી કુલદીપ રાય શર્માને કોંગ્રેસે ઉતાર્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્તીસગઢની 5 સીટો માટે પણ કોંગ્રેસે પોતાનાં ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. અરૂણાચલ પ્રદેશ વેસ્ટમાં કોંગ્રેસ નેતા નબામ તુકીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ અરૂણાચલ ઇસ્ટથી જેમ્સ એલ વાંગલેટને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 



પાર્ટી મહાસચિવ મુકુલ વાસનિકે આપેલા નિવેદન અનુસાર ઉત્તરપ્રદેશની સાત, કેરળની 12, છત્તીસગઢની 5, અરૂણાચલ પ્રદેશની 2 અને અંડમાન નિકોબારની એક સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના કૈરાનાથી હરેન્દ્ર મલિક, બિજનોરથી ઇંદિરા ભટ્ટી, મેરઠથી ઓમપ્રકાશ શર્મા, ગૌતમ બુદ્ધ નગરથી અરવિંદ સિંહ ચૌહાણ, અલીગઢથી બૃજેન્દ્ર સિંહ, હમીરપુરથી પ્રીતમ લોધી અને ઘોષીથી બાલકૃષ્ણ ચૌહાણને ટીકિટ ફાળવવામાં આવી છે. 

કેરળની તિરુવનંતપુરમ સીટથી શશિ થરુરને યથાવત્ત રાખવામાં આવ્યા છે. આ અગાઉ કોંગ્રેસ ઉત્તરપ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યો માટે ત્રણ વખતમાં કુલ 54 ઉમેદવારોનાં નામ જાહેર કરી ચુક્યું છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનાં નામનો પણ સમાવેશ થાય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વી. થોમસને અર્ણાકુલમ સીટ પરથી ટીકિટ નહી મળવાનાં કારણે નિરાશા વ્યક્ત કરી હતી. પોતાની પાર્ટી પર નિશાન સાધ્યું હતું.