નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીએ સંકેત આપ્યા છે કે મોદી સરકાર આગામી 1 ફેબ્રુઆરીએ સરકારનાં બચેલા કાર્યકાળનાં સ્થાને સમગ્ર વર્ષનાં આવક-જાવક માટે એક પૂર્ણ બજેટ લાવી શકે છે. સાથે જ કોંગ્રેસે સરકારની એવી મંશાની આલોચના પણ કરી છે, જો કે અત્યાર સુધી સરકારની તરફતી તે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી બજેટ પુર્ણ બજેટ હશે અથવા અંતરિમ બજેટ. જો કે ગત દિવસોમાં હાલનાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, વચગાળાનું બજેટ વોટ ઓફ એકાઉન્ટથી વધીને થશે. એટલે કે સરકાર બજેટમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત દેવા માફી: ભાજપે કહ્યું, નારો આપીને મત લીધા બાદ ભુલી જવું કોંગ્રેસનું ચરિત્ર છે

હવે કોંગ્રેસ પાર્ટીના નેતા આનંદ શર્માએ કહ્યું કે, ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા ભાજપ સરકાર દ્વારા રેગ્યુલર બજેટ રજુ કરવાનું પગલું તમામ નિયમો, પરંપરાઓ અને સ્થાપિત સંસદીય પરંપરાઓની વિરુદ્ધ છે.આનંદ શર્માએ કહ્યું કે, સરકારનો કાર્યકાળ 5 વર્ષનો છે. જે મે 2019માં પૂરો થઈ રહ્યો છે. સરકાર 5 પુર્ણ બજેટ રજુ કરી ચુકી છે અને હવે માત્ર વોટ ઓન એકાઉન્ટ પણ રજુ કરી શકે છે. તેમણે કહ્યું કે, સરકારનો કાર્યકાળ 3 મહિનાનો છે અને તે 12 મહિનાનું બજેટ રજુ કરવા માંગે છે, તે વિચિત્ર બાબત છે. તેમણે કહ્યું કે, તે ધ્યાન રાખવું જોઇએ કે બજેટ બાદ ફાઇનાન્સ બિલ આવે છે, જેને 75 દિવસમાં લાગુ કરવાનું હોય છે. 


ગઠબંધન સરકાર અર્થવ્યવસ્થા માટે ખુબ જ નુકસાનદાયક સાબિત થશે: રાજન

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં યોજનારા લોકસભા ચૂંટણી પહેલા એનડીએ સરકારનું આ અંતિમ બજેટ છે. વર્ષ 2017થી રેલબજેટ અને સામાન્ય બજેટને એક સાથે રજુ કરવામાં આવે છે. મોદી સરકારે રેલ બજેટ અને સામાન્ય બજેટને અલગ-અલગ રજુ કરવાની પરંપરા ખતમ કરી દીધી છે. આ વખતે અંતરિમ બજેટમાં મોદી સરકાર મિડલ ક્લાસને લલચાવવા માટે ઇનકમ ટેક્સ લાભ આપવાની જાહેરાત કરી શકે છે. સુત્રો અનુસાર નાણા મંત્રાલય બચત સીમા વધારવા, પેન્શનર્સ માટે ટેક્સ લાભ અને હાઉસિંગ લોનનાં વ્યાજ પર વધારે છુટ જેવા વિકલ્પ અંગે પણ વિચાર કરી રહ્યા છે.