ખેડૂત દેવા માફી: ભાજપે કહ્યું, નારો આપીને મત લીધા બાદ ભુલી જવું કોંગ્રેસનું ચરિત્ર છે
ભાજપે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોની સાથે માત્ર અને માત્ર છળ કરવાનું કામ કર્યું છે
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ પર ખેડૂતોની દેવા માફીનું વચન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા અને છળ કરવાનો આરોપ લગાવતા ભાજપે ગુરૂવારે કહ્યું કે, નારો આપીને મત મેળવવા અને મત મળ્યા બાદ બધુ જ ભુલી જવું કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર રહ્યું છે અને ખેડૂતોની દેવા માફી મુદ્દે આ એકવાર ફરીથી સાબિત થયું છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોજ સિન્હાએ પાર્ટી મુખ્યમથકમાં કહ્યું કે, હાલમાં જ યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનાં ખેડૂતોની દેવામાફીનું વચન આપ્યું હતું. જો કે કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોની સાથે માત્ર છળ કરવાનું કામ કર્યું છે. મધ્યપ્રદેશમાં અનેક ખેડૂતોનાં 97 રૂપિયા, 313 રૂપિયા જેવી રકમ માફ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. તેમણે મહત્વ આપતા કહ્યું કે, અનેક ખેડૂતો જેમણે દેવું નહોતું લીધું, તેનું નામ દેવાદારોની યાદીમાં સામે આવ્યું છે. કર્ણાટકમાં ખેડૂતોની ધરપકડ કરવા અને કથિત આત્મહત્યાનાં કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
વ્યાજબી કારણ નહી હોવાનાં કારણે દેવા માફી નથી થઇ રહી.
મનોજ સિન્હાએ આરોપ લગાવ્યો કે, એક પ્રકારે વ્યાજબી ખેડૂતોની દેવામાફી નથી થઇ રહી હોય તો બીજી તરફ એવા સમાચારો આવી રહ્યા છે કે કોંગ્રેસનાં અનેત નેતાઓનાં પરિવારનાં લોકોનાં દેવામાફ કરવામાં આવ્યા છે. દેવામાફીમાં માનકોને સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવી રહી છે. એવા ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવ્યા છે જેની પાસે 18 એકર સુધીની જમીન છે. ભાજપ નેતાએ આ સંદર્ભે કેટલાક ખેડૂતોનાં નામ સહિત ઉદાહરણ પણ આપ્યા.
કોંગ્રેસ પર ખેડૂતોને વચન આપીને નહી નિભાવવાનો આરોપ લગાવતા સિન્હાએ કહ્યું કે, નારો આપીને વોટ લેવા કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર રહ્યું છે અને મત મળ્યા બાદ તે બધુ જ ભુલી જાય છે. મત મળ્યા બાદ કોઇ પણ જાહેરાત પર કામ નથી કરતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી અને તેના અધ્યક્ષ દેશની જનતાને બેવકુફ બનાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે