ભારત અને ઈન્ડિયા નામ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં એક નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે વિપક્ષી ગઠબંધનને નવા નામનું સૂચન કર્યું છે. તેમણે BHARAT નું ફૂલ ફોર્મ રજૂ કર્યું છે. થરુરનું કહેવું છે કે કદાચ સત્તાધારી પક્ષ ત્યારબાદ નામ બદલવાનો ખેલ બંધ કરી દે. એવી અટકળો છે કે સરકાર પાંચ દિવસના સંસદીય સત્ર દરમિાયન બંધારણ સંશોધન બિલ રજૂ કરી શકે છે. જો કે હજુ સુધી સત્રના એજન્ડાને લઈને સરકારે  ખુલીને કશું કહ્યું નથી. 


થરુરે રજૂ કર્યું ફૂલ ફોર્મ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર શશિ થરુરે લખ્યું કે આપણે પોતાને અલાયન્સ ફોર Betterment, Harmony And Responsible Advancement for Tomorrow (BHARAT) કહી શકીએ છીએ. અત્રે જણાવવાનું કે વિપક્ષે ગઠબંધનનું નામ Indian National Developmental Inclusive Alliance (INDIA) રાખવામાં આવ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube