નવી દિલ્હી: દેશ પર સૌથી વધુ સમય સુધી રાજ  કરનારા રાજકીય પક્ષ કોંગ્રેસે સાબિત કરી દીધુ છે કે  જો કોંગ્રેસ સત્તામાં રહેશે તો આંદોલનકારીઓ સાથે દુશ્મની જ નિભાવશે. આવું અમે નથી કહેતા પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોની હાલત જોઈને દરેક જણ સમજી શકે છે કે કોંગ્રેસ પાર્ટી આંદોલનકારીઓના પેટ પર લાત મારવાનું કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ભીડને પૂછ્યું, 'મોદીજીનું ભાષણ કેવું લાગ્યું?', તેજસ્વીએ કહ્યું-10 નવેમ્બરે નીતિશજીની વિદાય


આંદોલનકારીઓ સાથે કોંગ્રેસની દુશ્મનાવટના પુરાવા
જ્યાં કોંગ્રેસની મદદથી સરકાર ચાલતી હોય છે લગભગ તેવા અનેક રાજ્યોની સરકાર આંદોલનકારીઓની દુશ્મન બની જાય છે, આ અંગેના અનેક પુરાવા છે, પરંતુ 3 એવા રાજ્ય મુખ્ય પુરાવા છે જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે કે પછી તેની મદદથી સરકાર ચાલે છે. તાજો કેસ ઝારખંડનો સામે આવ્યો છે. 
 


NDA ના વિરોધમાં આ લોકોએ ભેગા મળીને 'પટારો' બનાવ્યો છે: PM મોદી 


Zee હિન્દુસ્તાને અનેક આંદોલનકારીઓ અને તેમના પરિજનોનો સંપર્ક સાધ્યો અને તેમની પીડા જાણી. ગોરામા મહતો નામના એક આંદોલનકારીએ પોતાનું દર્દ જણાવતા કહ્યું કે અનેક મહિનાથી હેમંત સોરેને તેમનું અને તેમના જેવા હજારો લોકોનું પેન્શન રોકી દીધુ છે. એક તો કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પરેશાની પેદા કરી, આવી પરિસ્થિતિમાં જ્યારે સમય પર પેન્શન આવવું જોઈએ તો લોકોને તેમનો હક મળતો નથી. મહતોજી ઉપરાંત અન્ય અનેક આંદોલનકારીઓ અને તેમના ઘરવાળાઓએ પોતાનું દર્દ જણાવ્યું. નિશ્ચિતપણે મુદ્દો લોકોના હક સાથે જોડાયેલો છે, આવામાં રાજકીય ભૂકંપ આવવો વ્યાજબી છે. 


મંડી અને MSP તો બહાનું છે, અસલમાં દલાલો અને વચેટિયાઓને બચાવવા છે: PM મોદી


ભાજપે હેમંત સોરને સરકારને સંભળાવ્યું
ભાજપે કોંગ્રેસના ઈશારે ચાલતી હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે જ ભાજપના પ્રવક્તા કૃણાલ ષડંગીએ કહ્યું કે આંદોલનકારીઓ માટે આ વર્ષે દુર્ગાપૂજા અને દીવાળી ફિક્કી રહેશે. જેનું કારણ હેમંત સોરેન સરકાર છે. રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે જ આંદોલનકારીઓ પેન્શનથી વંછિત છે. કોરોના કાળમાં સીએમ હેમંત સોરેન 60 લાખ રૂપિયાની નવી કાર ખરીદી શકે છે. પરંતુ જેમના આશીર્વાદથી સીએમ બન્યા છે તે ઝારખંડવાસીઓને તેમના હક આપી શકતા નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube