રાંચી: કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે. આ બધા વચ્ચે કોંગ્રેસે (Congress) શનિવારે ઝારખંડના સરાયકેલામાં ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં એક જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ખુબ લટકા ઝટકા જોવા મળ્યા. કોંગ્રેસની આ રેલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્ય છે. કોંગ્રેસની આ રેલીમાં ફિલ્મી ગીત 'લૈલા ઓ લૈલા' વગાડવામાં આવ્યું અને તેના પર એક ડાન્સર સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરો સ્ટેજ પર બેઠા બેઠા તે જોઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ ઝારખંડે (BJP Jharkhand)  આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. અને કોંગ્રેસ (Congress) ની આ હરકતની ખુબ ટીકા કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં યોજાયેલી જન આક્રોશ રેલીમાં ડાન્સર સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube