નવી દિલ્હી: પાકિસ્તાનમાં 28 નવેમ્બરે કરતારપુર કોરિડોરની પાયો નાખવાના કાર્યક્રમમાં શામેલ થવા જઇ રહેલા કેન્દ્રીય મંત્રી હરસિમરત કોર પર કોંગ્રેસે નિશાન સાધ્યું છે. પંજાબ સરકારમાં મંત્રી સુખવિંદર સિંહ રંધાવાએ આ કૌરને ઘેરતા કહ્યું કે ‘હરસિમરત કૌર બાદલે નવજોત સિંહ સિંદ્ધુને પાકિસ્તાન જવા પર તેમને કોમનો ગદ્દાર કહ્યો હતો, હવે તેઓ જાતે પાકિસ્તાન જઇ રહ્યા છે, તો કયા મોઢે જઇ રહ્યાં છે.’ તેમણે કહ્યું કે જ્યારે અકાલી દળ સત્તામાં હતું તો તેમણે કરતારપુર કોરીડોરનો મુદ્દો ઉઠાવ્યો ન હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે પાતિસ્તાનમાં આયોજીત આ કાર્યક્રમમાં ભારતની તરફથી બે મંત્રી હરસિમરત કૌર બાદલ અને એચએસ પુરી જઇ રહ્યાં છે. પાકિસ્તાને રવિવારે ભારતને તેમને બે કેન્દ્રીય મંત્રિયોને આવતા અઠવાડીએ કરતારપુર કોરિડોરની પાયા નાખવાના સમારોહમાં ભાગ લેવા માટે મોકલવાના નિર્ણયને ‘સકારાત્મક પ્રતિક્રિયા’ કહી સ્વાગત કર્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...