નવી દિલ્હી : કોંગ્રેસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત થઇ રહેલા વધારાની વિરુદ્ધ આગામી 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આહ્વાહન કર્યું છે. પાર્ટીએ અન્ય વિપક્ષી દળો, સામાજિક સંગઠનો અને સામાજીક કાર્યકર્તાઓનું આહ્વાન કર્યું છે તે ભારત બંધનું સમર્થન કરે.કોંગ્રેસનું કહેવું છે કે તેના તરફથી આહ્વાહિત ભારત બંધ સવારે 9 વાગ્યાથી દિવસના 3 વાગ્યા સુધી હશે. જેથી સામાન્ય જનતાને સમસ્યા ન થવી જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીના સંગઠન મહાસચિવ અશોક ગહલોતે કહ્યું કે, આજે દેશનો કોઇ પણ વર્ગ ખુશ નથી. મોંઘવારીનાં મારે તમામ લોકોની કમર તોડી દીધી છે. પેટ્રોલ - ડિઝલનાં વધી રહેલા ભાવથી તમામ લોકો પરેશાન છે. હિંસાનું વાતાવરણ પણ છે. દરેક વ્યક્તિ પરેશાન છે. 

સવારે 9 વાગ્યાથી દિવસમાં ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે
તેમણે કહ્યું કે, આજની બેઠકમાં તે નિશ્ચિત કર્યું કે 10 સપ્ટેમ્બરે ભારત બંધ થશે. આ સવારે 9 વાગ્યાથી દિવસમાં ત્રણ વાગ્યા સુધી હશે જેથી જનતાને સમસ્યા ન થાય. તેમાં અન્ય વિપક્ષી દળો પણ સાથે રહેશે. 



કોંગ્રેસના મુક્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે સાડા ચાર વર્ષોમાં પેટ્રોલ- ડિઝલ પર કર દ્વારા 11 લાખ રૂપિયાની લૂંટ કરી છે. તેમણે કહ્યું કે, ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું જેથી સરકાર પેટ્રોલ - ડિઝલનાં ભાવ ઓછા કરવા અને આ બંન્ને પેટ્રોલિયમ ઉત્પાદનો જીએસટીનાં વર્તુળમાં લાવવા માટેનું દબાણ કરવામાં આવી શકે.

સુરજેવાલે કહ્યું કે, પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગહલોતે વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરી છે. તમામ લોકોએ તેના સમર્થનની વાત કરી છે. સુરજેવાલે કહ્યું કે, કાલે જેટલીજીએ કહ્યું કે, પેટ્રોલ- ડિઝલની કિંમત કરવા માટે જાદૂની લાકડી નથી.

મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓએ અમારૂ સમર્થન કર્યું છે.
પાર્ટીને કોષાધ્યક્ષ અહેમદ પટેલને કહ્યું કે,મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓ સાથે અમારી વાતચીત થઇ ચુકી છે. મોટા ભાગના લોકોએ સમર્થન કર્યું છે. તૃણમુલ કોંગ્રેસે સમર્થનની વાત કરી છે, જો કે તેઓ બંધમાં ભાગ નહી લે. બસપા સાથે હજી સુધી વાત નથી થઇ શકી. કોંગ્રેસે કહ્યું કે, સામાન્ય લોકોનાં ખીસ્સામાંથી ખંખેરેલા 11 લાખ કરોડ રૂપિયા કમાયા તે કોના ખીસ્સામાં ગયા હજી સુધી મોદીજી તે અંગે નથી જણાવી રહ્યા. 

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, મે 2014થી પેટ્રોલ પર ઉત્પાદન શુલ્કમાં 210 ટકાનો વધારો કરવામાં આવ્યો. ડિઝલ પર ઉત્પાદન શુલ્કમાં 444 ટકાનો વધારો થઇ ચુક્યો છે. મોદી સરકાર પેટ્રોલ પર 28 રૂપિયા અને ડિઝલ પર 27 રૂપિયાનો વધારો કરી ચુકી છે. ગેસ સિલિન્ડરના ભાવ પણ બમણા થઇ ચુક્યા છે.