3 રાજ્યોમાં કોંગ્રેસની લહેર, વિધાનસભા ચૂંટણીના પરિણામોની 10 મોટી વાતો
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 2019ની સેમીફાઇનલ ગણવામાં આવે છે. પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના બે કલાકના ટ્રેંડમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને આકરો આંચકો લાગી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં વાપસી કરી રહી છે. જોકે મધ્ય પ્રદેશમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે.
ચૂંટણી પરિણામોની ખાસ 10 મોટી વાતો
- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ બે-તૃતિયાંશ બહુમતની સાથે સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે.
- રમણસિંહના ચોથી વાર મુખ્યમંત્રી બનવાના સપના પર પાણી ફરી વળતું દેખાઇ રહ્યું છે.
- અજીત જોગી અને બસપા ગઠબંધનની કોઇ ખાસ અસર જોવા મળી નથી. બંને પાર્ટીઓ સાથે મળીને પણ બેકી સંખ્યાના આંકડા સુધી પહોંચી શકી નથી.
- મધ્ય પ્રદેશમાં 15 વર્ષોથી ભાજપની સરકાર છતાં શિવરાજ સિંહ ચૌહાણ કોંગ્રેસને આકરી ટક્કર આપી રહ્યા છે. શરૂઆતી ટ્રેંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આગળ-પાછળનો ખેલ ચાલી રહ્યો છે.
- મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ સારા પરિણામો આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ 15 વર્ષના સત્તાનો વનવાસ તૂટશે કે નહી તે અંગે ચિત્ર સ્પષ્ટ નથી.
- મધ્ય પ્રદેશમાં બસપા સાથે ગઠબંધન ન કરવું કોંગ્રેસ માટે મોંઘુ સાબિત થતું જોવા મળી રહ્યું છે.
- રાજસ્થાનમાં વસુંધરા રાજેની સત્તામાંથી વિદાય થતી જોવા મળી રહી છે. જોકે ભાજપ 2008ના પરિણામોની આસપાસ દેખાઇ રહી છે.
- રાજસ્થાનમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત મળતો દેખાઇ રહ્યો છે.
- તેલંગાણામાં કેસીઆર બે તૃતિયાંશ બહુમત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું નથી.
- મિઝોરમમાં કોંગ્રેસ હાર તરફ છે અને એમએનએફ જીત તરફ આગેકૂચ કરી રહી છે. આ પ્રકારે પૂર્વોત્તર કોંગ્રેસ મુક્ત થતું જોવા મળી રહ્યું છે.