શ્રીનગરઃ Ghulam Nabi Azad On Congress: કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુની સૈનિક કોલોનીમાં પોતાની પ્રથમ રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને તે નેતાઓનો આભાર માન્યો, જેમણે તેનો સાથ આપ્યો છે. આ સાથે આઝાદે આજથી પોતાની નવી રાજકીય યાત્રા શરૂ કરી છે. ગુલામ નબી આઝાદે પોતાના સંબોધન દરમિયાન નવી પાર્ટી બનાવવાનો સંકેત પણ આપી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલામ નબી આઝાદે જનસભામાં કોંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકો હવે બસોમાં જેલ જાય છે, તે ડીજીપી, કમિશ્નરોને બોલાવે છે, પોતાનું નામ લખાવે છે અને એક કલાકની અંદર ચાલ્યા જાય છે. આ કારણ છે કોંગ્રેસ વિકસિત થઈ શકી નથી. 


કોંગ્રેસ માટે 50 વર્ષ સુધી કામ કર્યું 
ગુલામ નબીએ કહ્યુ કે તેમણે પાર્ટી માટે 50 વર્ષ સુધી કામ કર્યું છે. તેમણે કહ્યું- આજે હું કંઈ નથી છતાં રાજ્યની જનતા પાસેથી આટલો પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. તમારા બધાનો આભાર વ્યક્ત કરૂ છું, તમે મને આટલો પ્રેમ અને સમર્થન આપ્યું છે. 


ગુજરાતમાં ડ્રગ્સના તાર અફઘાનિસ્તાન સાથે જોડાયા, 4 કિલો હેરોઇન સાથે દિલ્હીમાં યુવક પકડાયો


આઝાદ બાદ ઘણા નેતાઓએ છોડી પાર્ટી
73 વર્ષના ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામા બાદ કહ્યું હતું કે તેમને તેનું ઘર (કોંગ્રેસ) છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. નબીના રાજીનામા બાદ ઘણા કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા પાર્ટી છોડી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, 8 પૂર્વ મંત્રી, એક પૂર્વ સાંસદ, 9 ધારાસભ્યો સહિત અનેક નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube