VIDEO: રાહુલની રેલીમાં ખાલી ખુરશીઓનું કવરેજ કરી રહેલા પત્રકાર સાથે કાર્યકર્તાઓએ કરી મારઝૂડ
2019 લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનો દમ બતાવવા માટે રવિવારે (30 એપ્રિલ)ના રોજ દિલ્હી રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલીને સંબોધિત કરી અને વડાપ્રધાન નરેંદ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. મંચ પર જ્યારે રાહુલ ગાંધી બોલી રહ્યા હત તે દરમિયાન એક પત્રકાર પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ હુમલો કર્યો. એક મીડિયા સંસ્થા દ્વારા રાહુલ ગાંધીની રેલીને કવર કરવા આવેલા પત્રકાર તાબિશે આરોપ લગાવ્યો છે કે તેના પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે.
નવી દિલ્હી: 2019 લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનો દમ બતાવવા માટે રવિવારે (30 એપ્રિલ)ના રોજ દિલ્હી રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલીને સંબોધિત કરી અને વડાપ્રધાન નરેંદ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. મંચ પર જ્યારે રાહુલ ગાંધી બોલી રહ્યા હત તે દરમિયાન એક પત્રકાર પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ હુમલો કર્યો. એક મીડિયા સંસ્થા દ્વારા રાહુલ ગાંધીની રેલીને કવર કરવા આવેલા પત્રકાર તાબિશે આરોપ લગાવ્યો છે કે તેના પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે.
ખાલી ખુરશીઓનું કવરેજ કરી રહ્યો હતો પત્રકાર
ન્યૂજ એજન્સી એએનઆઇના રિપોર્ટ અનુસાર જ્યારે રાહુલ ગાંધી મંચ પર જન આક્રોશ રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તે પત્રકાર મેદાનમાં પડેલી ખાલી ખુરશીઓનું કવરેજ કરવામાં લાગ્યોહ અતો, તેનાથી કાર્યકર્તા ગુસ્સામાં આવી ગઅયો અને પત્રકાર સાથે મારઝૂડ શરૂ કરી દીધી. રિપોર્ટ્સ અનુસાર મારઝૂડ કર્યા બાદ કાર્યકર્તાઓનું મન ભરાયું નહી તો તેમણે કેમેરામેન સાથે પણ મારઝૂડ કરી.
જુઓ વીડિયો
પીએમ મોદી કરે છે ખોટા વાયદા: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાઓએ કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર પર 'દેશને દગો આપવાનો' આરોપ લગાવતાં રવિવારે (29 એપ્રિલ)ના રોજ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ દેશને યોગ્ય દિશા મળશે. પાર્ટીની 'જન આક્રોશ રેલી'માં લોકસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, ''પરિવર્તન લાવવું અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા પડશે.'' 'આજે મોદી સરકારમાં ચારેય તરફ અરાજકતા છે. મહિલાઓ અસુરક્ષિત છે, ખેડૂત પરેશાન છે, યુવાનો પરેશાન છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. મોંઘવારીથી જનતા ત્રાહીમામ પોકારી રહી છે અને સરકાર આંખો બંધ કરીને બેસી છે. આ સરકારે દેશને દગો આપ્યો છે.