દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તાના મામલે સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અગાડીની સરકાર બન્યા બાદથી મંત્રીમંડળમાં કયા નેતાના જગ્યા મળે છે, તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી. સોમવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. એનસીપી ક્વોટમાંથી 12, શિવસેનાના 10 અને કોંગ્રેસના 8 મંત્રીઓને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી. પરંતુ કોંગ્રેસ આ ફોરમ્યુલાથી ખુશ નથી તેવી ચર્ચા હવે રહી-રહીને ઉઠી રહી છે.
નવી દિલ્હી :મહારાષ્ટ્રમાં મહાવિકાસ અગાડીની સરકાર બન્યા બાદથી મંત્રીમંડળમાં કયા નેતાના જગ્યા મળે છે, તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી. સોમવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. એનસીપી ક્વોટમાંથી 12, શિવસેનાના 10 અને કોંગ્રેસના 8 મંત્રીઓને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી. પરંતુ કોંગ્રેસ આ ફોરમ્યુલાથી ખુશ નથી તેવી ચર્ચા હવે રહી-રહીને ઉઠી રહી છે.
2019માં Swiggyના ઓર્ડરમાં આ એક ચટાકેદાર વાનગી પર તૂટી પડ્યા ભારતીયો
હવે ગત દિવસોમાં કોંગ્રેસના એક ધારાસભ્ય સંગ્રામ થોપાટને મંત્રીમંડળમાં જગ્યા ન અપાયા બાદ તેમના સમર્થકોએ પાર્ટી કાર્યાલયમાં જ તોડફોડ કરવાની શરૂઆત કરી હતી. સમર્થકોના આ અતિ-ઉત્સાહી વલણ બાદ કોંગ્રેસ ધારાસભ્યએ પોતાના ચાહકોની ભૂલો પર ખેદ વ્યક્ત કર્યો. કોંગ્રેસ કહ્યું કે, પાર્ટી ઓફિસમાં જે પણ થયું તે ખોટું છે અને તેઓ આ બાબતની નિંદા કરે છે.
આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું કે, પાર્ટી આલાકમાને જે પણ નિર્ણય લીધો છે, તેનાથી તેઓ સહમત છે અને આગળ પણ રહેશે. કોંગ્રેસ ધારાસભ્ય સંગ્રામ થોપાટના સમર્થકોએ તેઓને મંત્રીપદ અપાવવાની માંગ પર પાર્ટીની ઓફિસમાં હંગામો શરૂ કર્યો હતો.
રાવણના ભાઈને કારણે હનુમાનજીને મળ્યું હતું પંચમુખી સ્વરૂપ, રહસ્યથી ભરેલી છે આખી વાત
હકીકતમાં, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓની મિક્સ સરકારમાં કોંગ્રેસનું માનવુ છે કે, સૌથી વધુ ઓછો, પણ તેઓને સંતોષ માનવો પડી રહ્યો છે. પહેલા તો કોંગ્રેસને ઓછા મંત્રાલય સોપવામાં આવ્યા. પછી બાદમાં મહત્વના વિભાગોમાં એનસીપી અને શિવસેનાનો કબજો રહ્યો છે. કોંગ્રેસ આ પહેલા રાજ્યમાં ઉપમુખ્યમંત્રી પદ ઈચ્છતી હતી, પરંતુ તેના ખાતામાં વિધાનસભાના અધ્યક્ષની સીટ માત્ર આવી છે. તેના બાદ ચાર મહત્વના વિભાગોમાંથી પોતાની પસંદગીનો વિભાગ કોંગ્રેસને મળ્યો નથી.
પાર્ટી પર પરિવારવાદના હિસાબે પદવી વહેંચવાનો આરોપ
આ ઉપરાંત મંત્રાલયોના ડિસ્ટ્રીબ્યુશનમાં કોંગ્રેસના નેતા એક લૂપહોલ એમ પણ માને છે કે, પાર્ટી આલાકમાને મોટાભાગના પદ પરિવારવાદના હિસાબે સોંપ્યા છે. કોંગ્રેસના જૂના નેતાઓના પુત્ર અને પુત્રીઓને મંત્રાલય સંભાળવાનો કાર્યભાર આપવામાં આવ્યો છે અને પાર્ટીની લાંબા સમયથી સેવા કરી રહેલા નેતાઓને નજરઅંદાજ કરવામા આવ્યા છે. જોકે, એક તર્ક એમ પણ છે કે, ગઠબંધનમાં કોંગ્રેસ સૌથી ઓછી સીટ પર જીતી છે. પાર્ટીને 44 બેઠકો પર જ જીત મળી છે. તેને ધ્યાનમાં લેતા તેને ઓછા મંત્રાલય સોંપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....