નવી દિલ્હીઃ પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ વચ્ચે સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાછલ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધુ Navjot Singh Sidhu) એ પંજાબ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું, પરંતુ એકવાર ફરી સિદ્ધુની ઘરવાપસી થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીનામા બાદ પ્રથમવાર પાર્ટી મુખ્યાલય પહોંચ્યા સિદ્ધુ
હકીકતમાં પંજાબ કોંગ્રેસ એકમ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ ગુરૂવારે પ્રથમવાર પાર્ટી મુખ્યાલય પહોંચ્યા અને તેમણે સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ (K. C. Venugopal) અને પંજાબ પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હરીશ રાવતે સ્પષ્ટ કર્યુ કે સિદ્ધુ જ પંજાબ કોંગ્રેસની કમાન સંભાળતા રહેશે. 


આ પણ વાંચોઃ શાહરૂખનો પુત્ર બન્યો કેદી નંબર 956, આર્યનને જેલનું ભોજન ભાવતું નથી, હજુ 6 દિવસ રહેવું પડશે


સિદ્ધુએ પાર્ટી સામે રાખ્યા પોતાના વિચાર
આ મુલાકાત બાદ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે, મેં પંજાબ અને પંજાબ કોંગ્રેસ પ્રત્યે જે મુદ્દા હતા તે પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યા છે અને મને વિશ્વાસ છે કે જે પણ નિર્ણય લેશે તે પંજાબના હિતમાં હશે. હું તેને સર્વસ્વ માનુ છું. 


શુક્રવારે થશે સિદ્ધુના નામની જાહેરાત
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે હરીશ રાવતે સ્પષ્ટતા કરી કે, 'સિદ્ધુ કહે છે કે હાઈકમાન્ડનો આદેશ તેમના દ્વારા સ્વીકારવામાં આવશે અને આદેશ એ છે કે તેમણે પંજાબ કોંગ્રેસનું કામ સંપૂર્ણ તાકાતથી સંભાળવું જોઈએ અને સંગઠનને મજબૂત બનાવવું જોઈએ. શુક્રવારે આ બાબતે મોટી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આ સિવાય હરીશ રાવતે કહ્યું કે 'પાર્ટીમાં બધું થાય છે, વાતો થતી રહે છે'. અત્યારે કોઈ સમસ્યા નથી, ચન્ની અને સિદ્ધુએ વાત કરી છે. આ મુદ્દા પર કોઈ રસ્તો નિકળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube