શાહરૂખનો પુત્ર બન્યો કેદી નંબર 956, આર્યનને જેલનું ભોજન ભાવતું નથી, હજુ 6 દિવસ રહેવું પડશે

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી

શાહરૂખનો પુત્ર બન્યો કેદી નંબર 956, આર્યનને જેલનું ભોજન ભાવતું નથી, હજુ 6 દિવસ રહેવું પડશે

નવી દિલ્હી: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. 14 ઓક્ટોબરે પણ તેને જામીન મળ્યા નહીં. પરંતુ ઉલ્ટું હવે હજુ 6 દિવસ વધુ જેલમાં વીતાવવા પડશે. આર્યન ખાનનો કેદી નંબર પણ સામે આવ્યો છે અને હવે આ કેસમાં સુનાવણી 20 ઓક્ટોબરે થશે. 

20 તારીખે થશે સુનાવણી
આર્યન ખાનના જામીન કેસ પર આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે એનસીબી અને આર્યન ખાનના વકીલની દલીલ સાંભળ્યા બાદ એકવાર ફરીથી જામીન પર ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે આગામી સુનાવણી 20 તારીખે  થશે. 

જેલમાં પરેશાન આર્યન
જેલના સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આર્યન ખાન જેલનીં અંદર હેરાન પરેશાન છે. તેને આર્થર રોડ સ્થિત જેલમાં રાખવામાં આવ્યો છે. જેલની અંદર આરામ ન મળવાના કારણે તે મોટાભાગે ટેન્શન અને પરેશાન જોવા મળી રહ્યો છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે તેને જેલની અંદર એડજસ્ટ કરવામાં સમય લાગશે. જેલની અંદર દુનિયા એકદમ અલગ હોય છે. અત્રે જણાવવાનું કે આર્યન ખાન અને અન્ય આરોપીઓને સિક્યુરિટીના કારણે અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. 

ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને એક સાથે રખાયા નથી. તમામ છ આરોપીઓ આર્યન ખાન સહિત અલગ અલગ બેરેકમાં છે. આ તમામને 14 ઓક્ટોબરના દિવસે સાધારણ બેરેકમાં શિફ્ટ કરાયા છે. 13 ઓક્ટોબરે બધાનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો થઈ ચૂક્યો છે. તમામના આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આર્યન ખાનને મની ઓર્ડર દ્વારા પૈસા પણ મોકલવામાં આવ્યા છે. 

આર્યનને મળ્યા 4500 રૂપિયા
આર્યન ખાનને ત્રણ દિવસ પહેલા મની ઓર્ડર તરીકે 4500 રૂપિયા મળ્યા હતા. આ રકમથી આર્યન એક મહિનામાં કેન્ટીનમાંથી કોઈ પણ સામાન ખરીદી શકે છે. આર્થર રોડ જેલની કેન્ટીનથી દરેક કેદીને એક મહિનામાં 4500 રૂપિયાનો જ મનીઓર્ડર મળી શકે છે. આર્યન ખાન જે પણ કઈ જેલની અંદર કેન્ટીનથી ખરીદી રહ્યો છે તે પૈસા તેના મનીઓર્ડરમાંથી કાપી લેવાય છે. જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ આર્યન ખાનને જેલનું જ ભોજન મળી રહ્યું છે જે તેને બિલકુલ પસંદ નથી. 

જેલનું જ ભોજન ખાવાની પરમિશન
આર્યન ખાનને અન્ય કેદીઓને જેમ જેલનું ખાવાનું જ ખાવાની મંજૂરી છે. બહારનું ભોજન કે ઘરનું ભોજન ખાવાની મંજૂરી નથી. જો કે આર્યન ખાને ઘરેથી આવેલા કપડાં જ પહેર્યા છે. હાલ તેને જેલના કપડાં અપાયા નથી. કોઈ પણ રીતે તેણે સવારે 6 વાગે ઉઠી જવું પડે છે. 7 વાગે નાસ્તો મળે છે. અને 11 વાગે બપોરનું ખાવાનું. 

રાતનું ખાવાનું સાંજે 6 વાગે મળી જાય છે. તમામ બેરેક 6 વાગે બંધ થઈ જાય છે. બેરેક બહાર કોઈને પણ આવવાની મંજૂરી નથી. બપોરના સમયે જેલની અંદર લોકો ઘૂમી શકે છે. જેલના અધિકારીઓ આર્યન ખાન પર નજર રાખી રહ્યા છે. 

રેવ પાર્ટી પર કરી હતી રેડ
અત્રે જણાવવાનું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 2 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ મારી હતી. ત્યારબાદ 8 લોકોની અટકાયત કરી હતી. 3 ઓક્ટોબરના રોજ સાંજ સુધી  બધાની પૂછપરછ થઈ અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news