રાફેલના ખેલથી મોદી-શાહની જોડી ગભરાઈ ગઈ, એટલે રાતોરાત CBI તોડી: કોંગ્રેસ
સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવા સામે આજે દેશભરમાં તપાસ એજન્સીના કાર્યાલયો પર પ્રદર્શન કરવા જઈ રહેલી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
નવી દિલ્હી: સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવા સામે આજે દેશભરમાં તપાસ એજન્સીના કાર્યાલયો પર પ્રદર્શન કરવા જઈ રહેલી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં દયાળ સિંહ કોલેજથી સીબીઆઈના હેડક્વાર્ટર જવા નીકળેલી માર્ચ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ શાહની જોડી રાફેલના ખેલથી ગભરાઈ ગઈ છે. આથી રાતોરાત સીબીઆઈને તોડી નાખવામાં આવી.
કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે રાફેલના ખેલથી મોદી અને શાહની જોડી ગભરાઈ ગઈ. આથી રાતોરાત સીબીઆઈને તોડી. સત્યમેવ જયતે! લોકતંત્ર મોદીતંત્રને હરાવશે.
હકીકતમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે રાજધાની દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરમાં સીબીઆઈના કાર્યાલયો સામે ધરણા પ્રદર્શનની જાહેરાત કરી છે. પ્રદર્શન પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમણે ટ્વિટ કરીને લોકોને ભલામણ કરી કે વધુમાં વધુ લોકો આ માર્ચમાં સામેલ થઈને સરકારનો વિરોધ કરે. સવારે 11 વાગે આ માર્ચ શરૂ થશે.
કોંગ્રેસ આજે દેશભરમાં CBI કાર્યાલયોની બહાર ધરણા ધરશે, દિલ્હીમાં નેતૃત્વ રાહુલ ગાંધી સંભાળશે
તેમણે કહ્યું કે પીએમ મોદીના ગેરબંધારણીય નિર્ણય વિરુદ્ધ આ વિરોધ છે. આ પ્રદર્શનને જોતા સીબીઆઈ હેડક્વાર્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પ્રદર્શનને લઈને કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટર પર રાહુલ ગાંધી સાથે ધરણા પ્રદર્શન કરશે.
અત્રે જણાવવાનું કે રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને ફરીથી બહાલ કરવાની માગણીને લઈને કોંગ્રેસ આજે દેશભરમાં ધરણા પ્રદર્શન કરવા જઈ રહી છે. વિવાદમાં આવેલા વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ મંગળવારે મોડી રાતે આદેશ જારી કરીને રજા પર મોકલી દીધા હતાં. તેમની જગ્યાએ એમ નાગેશ્વર રાવને વચગાળાના ડાઈરેક્ટરનો કાર્યભાર સોંપાયો છે.