શિલોંગઃ  મેઘાલયની ચૂંટણીમાં ત્રિશંકુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ સરકાર બનાવવાની દોડમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. એનપીપી અધ્યક્ષ કોનરાડ સંગમા મેઘાલયના નવા મુખ્યપ્રધાન બનશે. 6 માર્ચે તે મુખ્યપ્રધાન પદના શપથ લેશે. રાજ્યપાલ ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને અને મેઘાલયમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. બીજીતરફ કોંગ્રેસે મેઘાલયના રાજ્યપાલને પત્ર સોંપ્યો છે જેમાં તેણે મુકુલ સંગમાને વિધાનસભાનો નેતા ગણાવ્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂડીપીએ આપ્યું એનપીપીને સમર્થન
યૂ઼ડીપીના અધ્યક્ષ ડોનકૂપર રાયે એનપીપીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાયે એનપીપી પ્રમુખ સાથે મુલાકાત કરીને જણાવ્યું કે પાર્ટીના રૂપમાં અમે તેને મળ્યા અને સરકાર રચવા વિશે ચર્ચા કરી. અમે બધાએ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં ગેર-કોંગ્રેસી સરકાર બને. તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો કે એનપીપીએ કોનરાડ સંગમાના નેતૃત્વમાં સરકાર બનાવવી જોઈએ. 



બીજેપીએ ખોલ્યા તેના પત્તા
બીજીતરફ બીજેપીએ કહ્યું કે તે પ્રદેશમાં એક ગેર કોંગ્રેસી સરકાર બનાવવામાં મદદ કરવા માટે તૈયાર છે પરંતુ તેના માટે પહેલ પહેલા ક્ષેત્રિય પાર્ટી નેશનલ પીપુલ્સ પાર્ટીને કરવાની છે. એનપીપી રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને તેના 19 ધારાસભ્યો જીત્યા છે. અસમના મંત્રી અને ભાજપના નેતા હેમંત બિસ્વ શર્માએ જણાવ્યું કે મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી પરિણામ એક દશકથી સત્તામાં રહેલી કોંગ્રેસ અને મુખ્યપ્રધાન મુકુલ સંગમાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે એનપીપી પહેલ કરે અને ભાજપા તેમાં સહયોગ કરશે. અમે અહીં ગેર કોંગ્રેસી સરકાર બનાવવા માટે મદદ કરીશું. શર્માએ કહ્યું કે, મેઘાલયમાં આગામી સરકારના ગઠન માટે ભાજપ નાની પાર્ટીઓ અને અપક્ષ ધારાસભ્યોને આવવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ગઠનમાં નેતૃત્વ કરવાની સ્થિતિમાં નથી. પરંતુ તે સરકાર બનાવવા માટે તમામની સાથે અનૌચારિક રૂપે વાત કરવા તૈયાર છે. 


60 ધારાસભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 21, એનપીપીને 19 અને ભાજપને બે સીટ મળી છે. બીજીતરફ યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના 6 ધારાસભ્યો અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના બે સભ્યો ચૂંટાયા છે. ત્રણ અપક્ષો ચૂંટણી જીત્યા છે. અને રાકાંપા અને ખુન હનીટ્રેપ નેશનલ એવેકિંગ મૂમેન્ટને એક-એક સીટ મળી છે.