Citizenship Amendment Act: વિરોધ કરવામાં ભાન ભૂલ્યા CM મમતા બેનરજી, કરી જનમત સંગ્રહની માગણી
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે જનમત સંગ્રહની માગણી કરી છે.
કોલકાતા: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે જનમત સંગ્રહ (Referendum) ની માગણી કરી છે. મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું કે નાગરિકતા કાયદો (CCA) અને એનઆરસી (NRC) દેશમાં લાગુ થાય કે નહીં તે માટે જનમત સંગ્રહ કરાવવો જોઈએ. જનમત સંગ્રહ સંયુક્ત રાષ્ટ્રની નિગરાણીમાં થવો જોઈએ. તેમણે કહ્યું કે 38 ટકા લોકો દેશના 62 ટકા નાગરિકોના અધિકાર છીનવી શકે નહીં. અત્રે જણાવવાનું કે મમતા બેનરજીનું 38 ટકા મતો કહેવાનું તાત્પર્ય એ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 38 ટકા મતો મળ્યા હતાં.
ZEE NEWS સાથે વાતચીતમાં કાયદામંત્રીઃ "દેશના કોઈ પણ મુસ્લિમ નાગરિકને ભગાવાશે નહીં"
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધના વંટોળ વચ્ચે સીએમ મમતા બેનરજીએ કહ્યું કે આ બધુ ભાજપનું ષડયંત્ર છે. તેમણે આરોપ લગાવ્યો કે મુસ્લિમ ટોપી પહેરીને ભાજપના કાર્યકરો હિંસા ફેલાવી રહ્યાં છે.
નાગરિકતા કાયદો: કોંગ્રેસના વિરોધ સામે BJPએ મનમોહન સિંહનો જૂનો VIDEO શેર કરી આપ્યો જવાબ
નાગરિકતા કાયદો: પુત્રીએ સવાલ ઉઠાવતા વિવાદનો વંટોળ, ગાંગુલીએ વચ્ચે કૂદવું પડ્યું, કહ્યું-'સના નાની છે...'
વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અલગ અલગ બેનર પકડીને તથા તિરંગો ઉઠાવીને મધ્ય કોલકાતાના રામલીલા મેદાનમાં ભેગા થયા હતાં. લોકોએ પોતાના શર્ટ લખ્યું હતું કે નો કેબ, નો એનઆરસી.
જુઓ LIVE TV
CAA Protest: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટ બંધ, અનેક નેતાઓની અટકાયત
પ્રદર્શનકારીઓએ અનેક ટ્રેનો અને રેલવે સ્ટેશનો તથા રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રમુખ રાજમાર્ગોને પણ જામ કરાયા હતાં. જેના કારણે લોકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube