નવી દિલ્હીઃ દુનિયાના ઘણા દેશોમાં કોરોના મહામારી ફરી કહેર મચાવી રહી છે. ચીન, બ્રિટન અને ઘણા યુરોપીયન દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે ભારતમાં પણ કોરોનાને લઈને ચિંતા વધવા લાગી છે. હાલમાં કેન્દ્ર સરકારે રાજ્યોને મહામારી સાથે જોડાયેલી નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. સંબંધિત વિભાગોને સાવચેત રહેવા અને કોરોના ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા હતા. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાની ચોથી લહેર ઓગસ્ટમાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર
મહત્વનું છે કે 31 માર્ચથી દેશમાં તમામ કોવિડ-19 પ્રતિબંધોને હટવાની ખબર ખુબ ચર્ચામાં રહી હતી. ત્યારબાદ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી કે પ્રતિબંધો હટાવવાનો કોઈ મતલબ નથી કે કોરોના ખતમ થઈ ગયો. નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં ઓગસ્ટમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે. 


BA.2 વેરિએન્ટનો વધ્યો ખતરો
દેશમાં ભલે કોવિડ-19ના મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી) અનુસાર ભારતમાં ઓમિક્રોનના  BA.2 સબ વેરિએન્ટની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. એનસીડીના ડાયરેક્ટર સુજીત કુમાર સિંહે કહ્યુ- પહેલાના યાત્રીકો પાસેથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલમાં  BA.2 વેરિએન્ટ મુખ્ય હતો. હવે સામુદાયિક સેટિંગ્સમાં અમને જાણવા મળ્યું કે  BA.2 વેરિએન્ટ ધીમે-ધીમે વધી રહ્યો છે. 


આ પણ વાંચોઃ મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ચુક, બખિયારપુરમાં એક યુવકે માર્યો લાફો, જુઓ વીડિયો


ઘણા દેશોમાં વધી રહ્યાં છે કેસ
મહત્વનું છે કે દુનિયાના અનેક દેશોમાં ફરી કોરોનાનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને બ્રિટન સહિત એશિયા અને યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં અનેક દેશોમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. 


દક્ષિણ કોરિયામાં સ્થિતિ ખરાબ
રિપોર્ટ પ્રમાણે આ વખતે કોરોના વાયરસ ઝડપથી ફેલાવનાર વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.2 ના મામલા ઝડપથી વધી રહ્યાં છે. સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ કોરિયામાં છે. જ્યાં કોરોનાના દરરોજ આશરે 5 લાખ કેસ સામે આવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube